22 February, 2023 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન (તસવીર સૌજન્ય યોગેન શાહ)
સલમાન ખાનની (Salman Khan) કેટલીક તસવીરો અને વીડિયોઝ સામે આવ્યા છે, જેમાં તે બીમાર જેવો દેખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન ગઈ કાલે રાતે બાન્દ્રામાં ક્લિનિકની બહાર દેખાયો અને હવે તેની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તો લોકો આને જોઈને ચોંકી ઉઠ્યા છે. આ તસવીરોમાં સલમાન ખાન તે અંદાજમાં નથી જેમાં તે હંમેશા જોવા મળે છે. સલમાન ખાનની આ તસવીરો જોઈને ફેન્સ પણ પરેશાન છે અને જાણવા માગે છે કે તેને થયું છે શું?
ચહેરા પર ઉદાસી છે અને વધેલી દાઢીને કારણે ચહેરો પણ મુરઝાયેલો દેખાય છે. કહેવામાં આવ્યું છે કે તે બાન્દ્રામાં કોઈક ક્લિનિક પર પહોંચ્યો હતો. જો કે, સલમાન કેમ ક્લિનિક ગયો હતો આ મામલે કોઈપણ માહિતી એક્ટર દ્વારા શૅર કરવામાં આવી નથી. પણ એક્ટરની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેને જોઈને ચાહકો પણ ચોંકી ઉઠ્યા છે.
યૂઝરે કહ્યું - મારો હીરો વૃદ્ધ થઈ રહ્યો છે
તાજેતરમાં જ `પઠાણ`માં કેમિયો રોલમાં દેખાઈ ચૂકેલ સલમાન ખાનની ક્લિનિક વિઝિટની તસવીરો વાયરલ થતા લોકો જૂદી-જૂદી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોએ સલમાન ખાનની આ ઝલક પર પ્રેમ વરસાવ્યો છે અને લખ્યું છે - બઘાનો બાપ, તો કેટલાક લોકોએ કહ્યું - મારી સામેથી ગઈ ગાડી, તેઓ જિમના ઓપનિંગમાં ગયા હતા. એક યૂઝરે કહ્યું છે - સલમાન ભાઈ સબસે અલગ. તો અન્યએ કહ્યું ટાઈગર રસ્તા પર ચાલે છે. તો બીજાએ કહ્યું જલવો છે ભાઈ. જો કે સલમાન ખાનના લૂકને જોઈને કેટલાક યૂઝર્સે કહ્યું કે - મારો હીરો વૃદ્ધ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કરશે?
`કિસી કા ભાઈ કિસી કી જાન` અને `ટાઈગર` લઈને આવી રહ્યો છે સલમાન
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં જ `કિસી કા ભાઈ કિસી કી જાન`માં દેખાવાનો છે, જેને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પૂજા હેગડે પણ લીડ રોલમાં છે. આ સિવાય આમાં વેંકટેશ દગ્ગુબાતી, જગપતિ બાબૂ, ભૂમિકા ચાવલા, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિનય ભટનાગર જેવા એક્ટર્સ પણ જોવા મળશે. તો સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ `ટાઈગર 3` પણ બનીને તૈયાર છે. જેમાં કેટરીના કૈફ અને ઈમરાન હાશમી પણ જોવા મળશે.