27 November, 2023 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહ રૂખ ખાન
સલમાન ખાનને લાગે છે કે શાહરુખ ખાન સાથે તેની ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રી શાનદાર છે. આ બન્ને ‘ટાઇગર 3’માં જોવા મળી રહ્યા છે. અગાઉ પણ તેમણે સાથે કામ કર્યું છે. તેમની ફ્રેન્ડશિપ પણ ખૂબ ગાઢ છે. શાહરુખની ‘પઠાન’માં સલમાન નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. શાહરુખ સાથેની કેમિસ્ટ્રી વિશે સલમાને કહ્યું કે ‘ઑન-સ્ક્રીન કરતાં અમારી ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રી વધુ સારી છે. જો ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી આટલી સારી હોય તો તમે સમજી શકો છો કે ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રી કેટલી શાનદાર હશે.’