24 March, 2023 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરિન્દર સિંહ ઘુમન
સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’માં શાહરુખ ખાન સાથે મળીને બૉડી-બિલ્ડિંગ લેજન્ડ વરિન્દર સિંહ ઘુમન સાથે ફાઇટ કરવાનો છે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં વરિન્દર સિંહ વિલનના રોલમાં દેખાશે. આ સીક્વન્સ માટે મુંબઈમાં બે અઠવાડિયાં શૂટિંગ ચાલશે. એ માટે યશરાજ સ્ટુડિયોમાં ભવ્ય સેટ ઊભો કરવામાં આવશે. આ ફિલ્મ જાસૂસી પર આધારિત છે. જે પ્રકારે ‘પઠાન’માં સલમાન ખાન ટાઇગર બનીને આવે છે એ રીતે ‘ટાઇગર 3’માં શાહરુખ ખાન પણ પ્રવેશ કરવાનો છે. આ રીતે બન્ને સાથે મળીને દુશ્મનોનો ખાતમો બોલાવશે. એ ઍક્શન સીક્વન્સ માટે મોટી જેલ પણ બનાવવામાં આવશે. આ ફિલ્મને મનીષ શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે. દિવાળી દરમ્યાન આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી પણ મેઇન વિલન તરીકે જોવા મળશે.