ભયભીત સલમાન આવતા અઠવાડિયે શૂટિંગ શરૂ કરશે

17 October, 2024 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે ફિલ્મ સિકંદરનું શૂટિંગ ક્યાં થશે એ બહુ ઓછા લોકોને ખબર હશે

સલમાન ખાન

બાબા સિદ્દીકીના મર્ડર પછી સલમાન ખાન ભયભીત છે અને તેના પર ખતરો છે, પરંતુ એ છતાં તે તેની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાનો છે. ‘મિડ-ડે’ને જાણવા મળ્યું છે કે તે એ. આર. મુરુગાદોસની આ ફિલ્મનું શૂટિંગ આવતા અઠવાડિયે કરવાનો છે.

આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘સિકંદર’ના છેલ્લાં બે શેડ્યુલ ગોરેગામના એક લોકેશન પર થયાi હતાં, પણ હવે નવા લોકેશન પર શૂટિંગ થશે. આ નવા લોકેશનની જાણકારી  બહુ ઓછા લોકોને હશે.

પહેલાં હૈદરાબાદમાં ‘સિકંદર’નું શૂટિંગ કરવાનો પ્લાન હતો, પણ હવે પહેલાં મુંબઈનું શૂટિંગ આટોપવામાં આવશે. આ શેડ્યુલમાં સલમાનની સાથે ફિલ્મની હિરોઇન રશ્મિકા મંદાના પણ હશે.

Salman Khan upcoming movie mumbai baba siddique mumbai police rashmika mandanna entertainment news bollywood bollywood news