03 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોનો સ્ક્રીનગ્રેબ
સલમાન ખાનની ‘સિકંદર’ ઈદ દરમ્યાન રિલીઝ થઈ છે. આ રિલીઝ વખતે ફૅન્સે થિયેટરમાં ફટાકડા ફોડ્યા હતા. એનો વિડિયો વાઇરલ થયો છે અને મળતી માહિતી પ્રમાણે આ વિડિયો માલેગાંવના એક થિયેટરનો છે. આ વિડિયોમાં ફૅન્સ થિયેટરમાં ફટાકડા ફોડતા દેખાય છે તો કેટલાક ફૅન્સ જીવ બચાવીને ભાગતા જોવા મળે છે. સલમાનનો જાદુ તેના ચાહકો પર કેટલો છવાયેલો છે એનો પુરાવો આ વિડિયો છે.
આ વિડિયો મહારાષ્ટ્રના માલેગાંવના એક થિયેટરનો છે. એમાં લોકો ‘સિકંદર’માં સલમાનની એન્ટ્રી પર ફટાકડા ફોડતા અને બૂમો પાડતા જોવા મળે છે. સલમાનના ફૅન્સ તેને માટે બહુ પ્રેમ ભલે ધરાવતા હોય પણ થિયેટરમાં ફટાકડા ફોડવાની ઘટના સુરક્ષાની દૃષ્ટિએ ખતરનાક છે. આવી જ ઘટના આ પહેલાં પણ ‘ટાઇગર 3’ની રિલીઝ વખતે બની હતી અને એ સમયે સલમાને સોશ્યલ મીડિયા પર આ વાતની આકરી ટીકા કરી હતી.
ઈદના દિવસે સિકંદરનો બિઝનેસ ૩૩.૩૬ કરોડ રૂપિયા
રવિવારના પહેલા દિવસે ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૩૦.૦૬ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યા પછી સોમવારે ઈદના દિવસે ‘સિકંદર’નું કલેક્શન ૩૩.૩૬ કરોડ રૂપિયા થયું હતું. બે દિવસમાં આ ફિલ્મે ૬૩.૪૨ કરોડ રૂપિયા રળી લીધા છે.