16 May, 2021 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
‘રેસ 3’ બાદ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ સલમાન ખાનની બીજી ફિલ્મ છે જેને IMDB પર ખૂબ ઓછું રેટિંગ મળ્યું છે. ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ એટલે કે IMDBએ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને માત્ર 2.0 રેટિંગ આપ્યું છે. જોકે આ ફિલ્મ ઑનલાઇન ઝીફાઇવ પર અને પે-પર-વ્યુ આધારિત રિલીઝ થઈ હતી. આ રિલીઝના ગણતરીનાં કલાકમાં જ એને 4.2 મિલ્યન વ્યુઝ મળ્યા હતા. એને કારણે ઍપ પણ ક્રૅશ થઈ હોવાના સમાચાર આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે ઝીફાઇવે તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. સલમાન ઘણાં વર્ષોથી પોતાની ફિલ્મો ઈદ દરમ્યાન રિલીઝ કરે છે. જોકે ‘રેસ 3’ બાદ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’એ પણ IMDB પર રેટિંગમાં ખૂબ જ કંગાળ દેખાવ કર્યો છે.