સલમાન ખાનની ‘યુનિટ 1’ પેઇન્ટિંગનું આર્ટફી પર થશે વેચાણ, તમે પણ લઈ શકશો ભાગ

11 June, 2024 09:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan’s First Painting ‘Unity 1’: એક્ટર સલમાન ખાનની સૌથી વધુ રાહ જોવાતી પહેલી પેઇન્ટિંગ, ‘યુનિટી 1’ નું વેચાણ 14 જૂન, 2024 ના રોજ લાઈવ થવાનું છે.

સલમાન ખાન

બૉલિવુડના ભાઇજાન સલમાન ખાન (Salman Khan’s First Painting ‘Unity 1) અને ઇનોવેટિવ આર્ટ કંપની આર્ટફી વચ્ચેના રોમાંચક સહયોગની જાહેરાત બાદ આ સાથે જોડાયેલ એક નવી અને રોમાંચક અપડેટ સામે આવી રહી છે. વાસ્તવમાં, એક્ટર સલમાન ખાનની સૌથી વધુ રાહ જોવાતી પહેલી પેઇન્ટિંગ, ‘યુનિટી 1’ નું વેચાણ 14 જૂન, 2024 ના રોજ લાઈવ થવાનું છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાને જાહેરાત કરી હતી કે તેની પહેલી પેઇન્ટિંગ આર્ટવર્ક માત્ર સાત દિવસ સુધી ફૅન્સ અને આર્ટ લવર્સ દ્વારા ખરીદવા માટે ઉપલબ્ધ રહેશે. આ અનોખી તક દ્વારા ખરીદદારોને "યુનિટી 1"નો એક ભાગ ખરીદવાનો મોકો મળશે, જેના કારણે સલમાનનું આર્ટ ફૅન્સ માટે પહેલાં કરતાં વધુ ઍક્સેસિબલ બને છે. આર્ટફી, આ અનોખી વેચાણ માટે જાણીતી કંપનીએ દ્વારા સલમાન ખાનની આ  પેઇન્ટિંગ વહેંચવા માટે શાનદાર ઇવેન્ટનું આયોજન કરશે.

સલમાન ખાનની પેઇન્ટિંગના વેચાણ માટેની પ્રોસેસને સરળ અને યુઝર ફ્રેન્ડલી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ વાતનું ધ્યાન રાખીને કે કલેક્ટર્સ સરળતાથી પેઇન્ટિંગના પોતાના મનપસંદ ભાગને મેળવી શકે તે માટે આર્ટફીના ઑફિશિયલ સ્પોકપર્સન અને સીઇઓએ જણાવ્યું છે કે તેમના આર્ટવર્કને મેળવવા ઇચ્છુક લોકો તરફથી તેમને પેઇન્ટિંગમાં (Salman Khan’s First Painting ‘Unity 1) ભારે રસ અને ઉત્સુકતા જોવા મળી છે. ભાઇજાનની પેઇન્ટિંગની ઊંચી માગણી હોવા છતાં, અમે ઑક્શન મોડલનો ઉપયોગ કરવાનો બદલે તેમના પહેલા આર્ટવર્ક માટે ચોક્કસ કિંમત રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એ માટે લેવામાં આવ્યો છે કે જેથી સલમાનના ફૅન્સ તેમના કામને ખરીદી શકે અને તેનું કલેક્શન કરી શકે. આ સાથે જોડાયેલા વધુ અપડેટ માટે કંપની દ્વારા વધુ માહિતી જાહેર કરવામાં આવશે અને આર્ટફી પર આ ઐતિહાસિક વેચાણમાં ભાગ લેવા માટે દરેક લોકોને પ્રોત્સાહન આપ્યું છે.

સલમાન ખાન દ્વારા બનાવવામાં આવેલા આર્ટ અને પેઇન્ટિંગના એક ટુકડોને પોતાનો બનાવવાનો આ ખાસ મોકો લોકો નહીં ગુમાવશે એવી પણ આશા મેકર્સને છે. આર્ટફી એ એક ઇનોવેટિવ આર્ટ કંપની છે, જેનો ઉદ્દેશ ફ્રેક્શનલ ઓનરશિપ અને મોડર્ન ટેકનોલોજીનો (Salman Khan’s First Painting ‘Unity 1) ઉપયોગ કરીને સૌથી વધુમાં વધુ લોકોને આર્ટ સાથે મળવવાનો અને તેને ઉપલબ્ધ કરાવવાનો છે. આસિફ કમાલ દ્વારા સ્થાપિત આર્ટફી, આ કંપની આર્ટ અને ટેકનોલોજીને એક સાથે લાવે છે અને અનોખા આર્ટવર્કનું ગ્લોબલ માર્કેટમાં વેચાણ પણ કરે છે.

સલમાન ખાનની ફિલ્મ સાથે સલમાને બનાવેલી તેની પહેલી પેઇન્ટિંગ અને તેના વેચાણની ઉત્સુકતા પણ લોકોમાં જોવા મળી રહી છે. જેથી સલમાન ખાનની આ પહેલી પેઇન્ટિંગ કેટલા રૂપિયામાં વેચાશે તે બાબત જાણવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે.

Salman Khan bollywood bollywood news entertainment news