સલમાન ખાને 10 વર્ષ બાદ સાજિદ નડિયાદવાલા સાથે ફિલ્મ ‘સિકંદર’માં કામ કરવાનું કેમ પસંદ કર્યું?

23 December, 2024 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sikandar: સુપરસ્ટાર સલમાન ખાન આગામી વર્ષે ઈદ 2025 પર સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને એ.આર. મુરુગડોસ દ્વારા ડિરેક્ટ કરેલી ફિલ્મ સિકંદર સાથે વાપસી કરશે

સલમાન ખાને સિકંદરમાં જોડાવાનું કારણ કહ્યું

સુપરસ્ટાર સલમાન ખાન પોતાની એક્શનથી ભરપૂર એક્ટિંગ માટે લોકપ્રિય છે. હંમેશા તે ચર્ચામાં રહે છે. તેની મોટાભાગની ફિલ્મો હિટ સાબિત થઈ છે. હવે સલમાન ખાનની આવનારી ફિલ્મ સિકંદર (Sikandar)ને લઈને મહત્વના અપડેટ તમારી સાથે શૅર કરવા છે. આમ તો અભિનેતાએ તેની ફિલ્મ સિકંદરને લઈને દર્શકોમાં ઉત્સાહ વધારી નાખ્યો છે. અને નવી આશાઓ પણ જન્માવી છે.

જ્યારથી આ ફિલ્મ (Sikandar)ની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ ફેન્સ આ ફિલ્મને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે. આ ઉત્સુકતા પાછળનું એક કારણ તો એ જ છે કે સલમાન ખાન અને પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા તેમ જ ડિરેક્ટર એ. આર. મુરુગડોસ એકસાથે આવી રહ્યા છે. આ ત્રણેય માસ્ટર્સ એક સાથે આવીને કશુંક ધમાકેદાર ળાવી રહ્યા હોઈ લોકોમાં ઉત્સાહ બેવડાયો છે. ચાહકોને એ સવાલ તો થાય જ છે કે શા માટે સલમાન ખાને સિકંદર માટે સાજિદ નડિયાદવાલા સાથે ફરી સાથે આવીને કામ કર્યું? તો સલમાન ખાને તાજેતરમાં જ આ વાતનો ફોડ પાડ્યો હતો.

તાજેતરમાં જ વરુણ ધવને બિગ બોસના સેટ પર સલમાન ખાનને પૂછ્યું હતું કે, "સિકંદર ફિલ્મ (Sikandar)નો ફર્સ્ટ લુક તમારા બર્થડે પર રિલીઝ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મ માર્ક કરે છે કે તમે 10 વર્ષ પછી નડિયાદવાલા ગ્રાન્ડસન - સાજિદભાઈ સાથે ફરીથી કામ કરી રહ્યા છો. તો આ કૉમ્બો કિક બાદ રિટર્ન કરવા માટેને આટલો લાંબો સમય કેમ લીધો, ભાઈ?”

વરુણ ધવનનો આ સવાલ તો જાણે સૌ ફેન્સનો જ સવાલ હતો. તેમ સલમાન ખાને તેનો જવાબ આપતા કહ્યું કે, "કારણ તો એટલું જ છે કે ‘કિક 2’ની સ્ક્રિપ્ટ ચાલી રહી હતી જોકે, તે ચાલી જ રહી છે, તે પણ આવશે, પરંતુ તે પહેલા મને આ પીકચર ખૂબ ગમ્યું. સાજિદ અને મને અમને બંનેને આ ગમી ગયું. ગ્રાન્ડસનની જે ફિલ્મનો સ્વાદ જ એવો છે. એટલે કે તેનું સ્ક્રિપ્ટનું જ્ઞાન છે અને પકડ જબરદસ્ત છે”

આ સાથે જ સુપરસ્ટાર સલમાન ખાન આગામી વર્ષે ઈદ 2025 પર સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને એ.આર. મુરુગડોસ દ્વારા ડિરેક્ટ કરેલી સિકંદર સાથે વાપસી કરશે. આ પહેલા સલમાન ખાન `ટાઈગર 3`માં જોવા મળ્યો હતો. જેમાં તેમની સાથે કેટરિના કૈફ ફરી વિલનના રોલમાં જોવા મળી હતી.

Sikandar: ખાસ તો એ કહેવાનું મન થાય છે કે અત્યારે સલમાન ખાન ટીવીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો `બિગ બોસ 18` હોસ્ટ કરી રહ્યો છે. જેમાં કરણવીર મહેરા, શિલ્પા શિરોડકર અને વિવિયન ડીસેના જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. 

Salman Khan sajid nadiadwala Bigg Boss varun dhawan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news