સલમાન અને આમિરની મુલાકાત, બહેન નિખતના મિસ્ટર પરફેક્શનિસ્ટ બન્યા ફોટોગ્રાફર

31 January, 2023 09:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તસવીરોમાં સલમાનને નિખત અને તેમના પરિવાર સાથે પૉઝ આપતા જોઈ શકાય છે. તસવીરોમાં બધાના ચહેરા પર સ્માઈલ છે.

ફાઈલ તસવીર

બૉલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન (Salman Khan) હાલ પઠાણમાં પોતાના કેમિયોને કારણે ચર્ચામાં છે. શાહરુખ સાથે મોટા પડદા પર તેમને જોઈને ચાહકોના આનંદનો પાર નથી. શાહરુખ અને સલમાન ખાનની મિત્રતા જગજાહેર છે, પણ લાગે છે કે આમિર અને સલમાન ખાન વચ્ચેનું અંતર પણ હવે ઘટવાને આરે છે. તાજેતરમાં જ સલમાનને આમિરના ઘરની બહાર સ્પૉટ કરવામાં આવ્યો હતો. હવે આમિરની બહેને પોતાના પરિવાર સાથે સલમાનની તસવીરો શૅર કરી છે.

તસવીરોમાં સલમાન ખાનને નિખત અને તેમના પરિવાર સાથે પૉઝ આપતા જોઈ શકાય છે. તસવીરોમાં બધાના ચહેરા પર સ્માઈલ છે. આ તસવીરોની ખાસ વાત એ છે કે પોતે આમિરે આ તસવીરો ક્લિક કરી છે. નિખતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તસવીરો શૅર કરતાં લખ્યું, "આ એ લોકો માટે જે આમિર ખાનને મિસ કરી રહ્યા છે. આ તસવીરો સામે આવ્યા બાદ લોકોના રિએક્શન આવવાના શરૂ થઈ ગયા છે. બન્ને અભિનેતાઓના ચાહકો આ પોસ્ટ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે." એક યૂઝરે લખ્યું, "સલમાન અને આમિર બૉલિવૂડના મજબૂત સ્તંભ છે." બીજા યૂઝરે લખ્યું, "ખૂબ જ સુંદર તસવીર છે." આ સિવાય મોટા ભાગના લોકોએ આ પોસ્ટ પર હાર્ટ ઈમોજી શૅર કરી છે.

આ પણ વાંચો : ઍવરેજ ડાયલૉગ સાથે ‘પઠાન’નું કમબૅક

જણાવવાનું કે નિખત ફિલ્મ પઠાણમાં શાહરુખ ખાનની માનેલી માના રોલમાં દેખાઈ છે. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર હાલ સતત રેકૉર્ડ બનાવી રહી છે. માત્ર છ દિવસમાં આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર 300 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી ટૂંક સમયમાં જ પઠાણ કેજીએફ ચેપ્ટર 2નો રેકૉર્ડ પણ સરળતાથી તોડી દેશે.

Salman Khan aamir khan bollywood news bollywood bollywood gossips entertainment news