16 August, 2023 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સની દેઓલના પાત્ર તારા સિંહ બાદ હવે સલમાન ખાનનું પાત્ર ટાઇગર પણ પાકિસ્તાન જવાનું છે. સલમાન હવે તેની ‘ટાઇગર 3’ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી જોવા મળશે. આ ફિલ્મમાં ટાઇગર ઇન્ડિયન એજન્ટનું પાત્ર ભજવી રહ્યો છે ત્યારે ઇમરાને પાકિસ્તાની એજન્ટનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની સ્ટોરી એવી રીતે સેટ કરવામાં આવી છે કે ટાઇગરે પાકિસ્તાન જવું પડે છે. બૉલીવુડમાં હાલમાં પાકિસ્તાનને લઈને જે પણ ફિલ્મ બનાવવામાં આવે છે એ ખૂબ જ હિટ રહી છે. શાહરુખ ખાનની ‘પઠાન’માં પણ પાકિસ્તાનનો ઍન્ગલ હતો. સની દેઓલની ‘ગદર 2’એ બૉક્સ-ઑફિસ પર ભૂકંપ લાવી દીધો છે. તો હવે તેમના બાદ સલમાન એટલે કે ટાઇગર એટલે કે અવિનાશ સિંહ રાઠોડ પણ પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મને મનીષ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન પણ એક્સટેન્ડેડ કૅમિયો કરતો જોવા મળશે.