લૉરેન્સ બિશ્નોઈનો ભય વધ્યો, સલમાન ખાને ગૅલેક્સી એપાર્ટમેન્ટમાં લગાડ્યા બુલેટ પ્રૂફ ગ્લાસ, જુઓ વીડિયો

07 January, 2025 06:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan Installs Bullet Proof Glass: મંગળવારે તેના ઘરની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં સલમાનના એપાર્ટમેન્ટની બાલ્કની વાદળી રંગની શીટથી ઢંકાયેલી જોવા મળી હતી.

સલમાન ખાનના ગૅલેક્સી એપાર્ટમેન્ટમાં લગાડ્યા બુલેટ પ્રૂફ ગ્લાસ (તસવીર: સતેજ શિંદે)

બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ (Salman Khan Installs Bullet Proof Glass) દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે આ સાથે એક વખત તેના ઘર ગૅલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. સલમાનના ઘરની બહાર 24 કલાક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. આ સાથે હવે સલમાને પણ ઘરની સુરક્ષા વધારવા માટે બુલેટ પ્રૂફ ગ્લાસ બેસાડ્યા છે. સલમાન ખાને તેના મુંબઈના ઘરની સુરક્ષા વધારી દીધી છે. અભિનેતાના ગૅલેક્સી એપાર્ટમેન્ટના ઘરની બાલ્કની બુલેટ પ્રૂફ ગ્લાસથી કવર કરવામાં આવી છે. મંગળવારે તેના ઘરની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં સલમાનના એપાર્ટમેન્ટની બાલ્કની વાદળી રંગની શીટથી ઢંકાયેલી જોવા મળી હતી. ઇન્સ્ટાગ્રામ પર ક્લિપ આ વીડિયો શૅર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાદળી શીટ બુલેટ પ્રૂફ ગ્લાસ છે, જે અભિનેતાની સુરક્ષા માટે બેસાડવામાં આવી છે.

સુરક્ષામાં વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે સલમાન ખાનને (Salman Khan Installs Bullet Proof Glass) જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગ તરફથી અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એપ્રિલ 2024માં, મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં ખાનના ગૅલેક્સી અપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાછળથી, એવું નોંધવામાં આવ્યું કે આ હુમલા પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો હાથ હોવાનો આરોપ છે કારણ કે ગૅન્ગસ્ટરના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટ દ્વારા ગોળીબારની ઘટનાની જવાબદારી લીધી હતી. મુંબઈ ટ્રાફિક પોલીસને પણ બિશ્નોઈ ગૅન્ગ તરફથી એક મેસેજ મળ્યો, જેમાં સલમાનની ‘માફી’ માટે રૂ. 5 કરોડની માગણી કરવામાં આવી હતી. સંદેશમાં ધમકી આપવામાં આવી હતી કે જો આ માગ પૂરી નહીં કરવામાં આવે તો તે “બાબા સિદ્દીક કરતાં પણ ખરાબ” ભાગ્ય ભોગવશે. બાબા સિદ્દીકીની 12 ઑક્ટોબર, 2024ના રોજ મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ બધી ઘટનાઓ બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઑક્ટોબર 2024 માં, અભિનેતાએ લગભગ રૂ. 2 કરોડની કિંમતની બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ એસયુવી (Salman Khan Installs Bullet Proof Glass) પણ ખરીદી હતી, જે દુબઈથી સીધી મુંબઈ આયાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, મુંબઈની ફિલ્મ સિટીમાં બિગ બૉસ 18ના સેટની બહાર પણ સલામતીના પગલાં લાગુ કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, સલમાનની સુરક્ષા ટીમને વધારાના આઠથી દસ સશસ્ત્ર અધિકારીઓ સાથે પણ મજબૂત કરવામાં આવી હતી, અને મુંબઈ પોલીસ દ્વારા તેના નિવાસસ્થાન પર વિશેષ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી.  દરમિયાન, વર્ક ફ્રન્ટ પર, સલમાન ખાન સાજિદ નડિયાદવાલા અને એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત તેની આગામી રિલીઝ, સિકંદર માટે તૈયારી કરી રહ્યો છે. 2025ની ઈદની રિલીઝ માટે તૈયાર કરાયેલી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, સત્યરાજ, પ્રતિક બબ્બર, શરમન જોશી અને કાજલ અગ્રવાલ સહિતની સ્ટારકાસ્ટ છે.

Salman Khan lawrence bishnoi bandra bollywood buzz bollywood bollywood gossips