11 May, 2024 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોમી અલીની ફાઈલ તસવીર
સોમી અલી જે એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. તેણે હવે સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર થયા બાદથી એક્ટરની સેફ્ટી માટે દરેક વ્યક્તિ ચિંતામાં છે. જ્યારે ગોળીબાર થયો તે સમયે અનેક સેલેબ્સ સલમાન ખાનના ઘરે તેને મળવા પહોંચ્યા હતા. હવે આ મામલે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીનું પણ રિએક્શન સામે આવ્યું છે. સોમી અલીનું કહેવું છે કે સલમાન ખાન માટે તે પરેશાન છે. તે કહે છે કે સલમાન ખાન સાથે જે થઈ રહ્યું છે, તે ઈચ્છે છે કે આવું તેના દુશ્મન સાથે પણ ન થાય.
દુશ્મન સાથે પણ ન થાય આવું
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં સોમી અલીએ કહ્યું, "હું ક્યારેય નહોતી ઈચ્છતી કે સલમાન ખાન સાથે જે થયું તે મારા કોઈ પણ દુશ્મન સાથે થાય. અમારી વચ્ચે ગમે તે થાય, મારી પ્રાર્થના તેમની સાથે છે. હું ક્યારેય નહોતી ઈચ્છતી કે આવું કોઈની સાથે થાય, પછી તે સલમાન ખાન હોય કે શાહરૂખ ખાન કે મારા પડોશીઓ હોય.`
સલમાન ખાન માટે પ્રાર્થના
હું ક્યારેય નહોતી ઇચ્છતી કે સલમાન ખાન અને તેનો પરિવાર આ દુઃખ- મુશ્કેલીમાંથી પસાર થાય અને હું તેમના માટે પ્રાર્થના કરું છું. જ્યારે અમને આ વિશે ખબર પડી ત્યારે હું અને મારી મમ્મી ચોંકી ગયાં હતાં. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમને કંઈ ન થાય. દરેક વ્યક્તિ તેની પોતાની છબી પ્રત્યે સભાન છે, પછી તે હું, સલમાન ખાન, શાહરૂખ ખાન અથવા અન્ય કોઈ પણ હોય. તેથી તેઓએ જે યોગ્ય લાગ્યું તે કર્યું. પરંતુ તેઓ શું કરી રહ્યા છે તે અંગે હું ચિંતિત છું.`
બિશ્નોઈ જનજાતિને વિનંતી
કોઈને પણ કાયદો તોડવાનો અધિકાર નથી. આજે પણ હું ભૂલો કરું છું, તમે પણ કરો છો. આપણે બધા ભૂલો કરીએ છીએ. તે આપણો માનવ સ્વભાવ છે. પરંતુ જો તમે કોઈને મારવાનું અથવા કોઈને ગોળી મારવાનું વિચારી રહ્યા છો તો તમે સીમા પાર કરી રહ્યા છો. હું શિકારને ટેકો આપતી નથી, પરંતુ તે ખૂબ જ જૂની વાત છે. ત્યારે સલમાન નાનો હતો. હું બિશ્નોઈ જનજાતિના વડાને વિનંતી કરવા માંગુ છું કે કૃપા કરીને તેમને માફ કરી દો.
કોઈનો જીવ લેવો યોગ્ય નથી, પછી તે સામાન્ય માણસ હોય કે સલમાન ખાન. જો તમને ન્યાય જોઈતો હોય તો કોર્ટમાં જાઓ. મને ભારતના કાયદા પર વિશ્વાસ છે. હું બિશ્નોઈ સમુદાયને કહેવા માંગુ છું કે સલમાન ખાનની હત્યા કરવાથી કાળું હરણ પાછું નહીં આવે. જે થયું તે પાછું મેળવી શકાતું નથી. જે થયું છે તે થયું છે.