28 December, 2024 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
ગઈ કાલે સલમાન ખાનની ૫૯મી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે તેની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર સવારે ૧૧.૦૭ વાગ્યે રિલીઝ થવાનું હતું. જોકે ગુરુવારે રાત્રે ભારતના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું અવસાન થયું અને ગઈ કાલે આખો દેશ તેમની વિદાયનો શોક પાળી રહ્યો હતો એટલે ‘સિકંદર’ના મેકર્સે ટીઝર લૉન્ચ કરવાનું પોસ્ટપોન કરી દીધું હતું. આ ટીઝર હવે આજે સવારે ૧૧.૦૭ વાગ્યે લૉન્ચ થશે.