17 March, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાન નવા લુકમાં જોવા મળશે અને ફૅન્સ તેના આ નવા લુકને લઈને બહુ ઉત્સાહિત છે. હાલમાં સલમાને મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે.
આ શૂટિંગ બાદ સલમાન ખાને પોતાના લુકમાં મોટો બદલાવ કર્યો અને પોતાની દાઢી હટાવી દીધી જે તેણે ફિલ્મના પાત્ર માટે વધારી હતી. હવે સલમાનની ક્લીન-શેવ તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.