એવું શું છે Naiyo Lagdaના ડાન્સ સ્ટેપ્સમાં કે ભાઈજાન થઈ ગયા ટ્રોલ

13 February, 2023 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kisi Ka Bhai Kisi Ki Jaan: સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ `કિસી કા ભાઈ કિસી કી જાન`નું પહેલું ગીત `ન્ય્યો લગદા` રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સલમાન ખાનના ડાન્સ મૂવ્સ ટ્રોલિંગનું કારણ બન્યા છે.

સલમાન ખાન (ફાઈલ તસવીર)

બૉલિવૂડના મેગા સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલ પોતાની આગામી ફિલ્મ `કિસી કા ભાઈ કિસી કી જાન` (Kisi Ka Bhai Kisi Ki Jaan)ને લઈને ચર્ચામાં છવાયેલા છે. રવિવારે મોડી રાતે સલમાન ખાનની આ ફિલ્મનો પહેલો રોમાન્ટિક ગીત `નય્યો લગદા` રિલીઝ થઈ ગયું છે. વેલેન્ટાઈન વીકમાં રિલીઝ થયેલ `કિસી કા ભાઈ કિસી કી જાન`નું આ ગીત સાંભળવામા ખૂબ જ સરસ છે. પણ `નય્યો લગદા` (Naiyo Lagda)માં સલમાન ખાનના ડાન્સિંગ સ્ટેપ એક્ટર માટે મુશ્કેલી બની ગયા છે, જેને કારણે સોશિયલ મીડિયા પર ભાઈજાનને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

`નય્યો લગદા`ને લઈને ટ્રોલ થયો સલમાન ખાન `કિસી કા ભાઈ કિસી કી જાન`નું લેટેસ્ટ ગીત `નય્યો લગદા` જોવા અને સાંભળવા પર તમને 90ના દાયકાના બૉલિવૂડ રોમાન્ટિક ગીતોની યાદ આવી જશે. `નય્યો લગદા` સૉન્ગમાં સલમાન ખાન અને બી ટાઉનની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે વચ્ચે જબરજસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. પણ આ ગીતમાં સલમાન ખાનના ડાન્સની રીત કદાચ ચાહકોને પસંદ આવી નથી, જેને કારણે તે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્વિટર પર સલમાનને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.

એક ટ્વિટર યૂઝરે આ મામલે લખ્યું છે કે, "તેનો ભાઈ પાગલ થઈ ગોય છે `નય્યો લગદા` ગીતમાં સલમાન ખાનનો મુર્ગીવાળો ડાન્સ જોઈને." બીજા યૂઝરે પણ સલમાન ખાનનો મજાક ઉડાડતા લખ્યું છે કે, `ભૈયા એક ડાન્સ દિખાના સસ્તાવાલા` આ રીતે તમામ યૂઝર્સ સલમાન ખાનના ડાન્સ સ્ટેપ્સનો મજાક ઉડાડી રહ્યા છે.

આ પણ વાંચો : વેલેન્ટાઇન્સના અવસરે તમને મળેલો પ્રેમ પત્ર ChatGPTએ તો નથી લખ્યોને?

ગીત લોકોને ગમ્યું
`કિસી કા ભાઈ કિસી કી જાન`નું `નય્યો લગદા` ગીત સલમાન ખાનના ડાન્સ સ્ટેપ્સનો મજાક ઉડાડવામાં આવે છે. પણ ઑવરઑલ સલમાન ખાનના ડાન્સ સ્ટેપ્સનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. પણ ઓવરઑલ સલમાન ખાન(Salman Khan) અને પૂજા હેગડેના આ ગીતને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. લોકોનું માનવું છે કે આ એક પ્યોર રોમાન્ટિક ગીત છે, જે અમને 90ના દાયકાની યાદ અપાવે છે. જણાવવાનું કે સિંગર પલક મુચ્છાળ અને કમાલ ખાને `નય્યો લગદા` (Naiyo Lagda) ગાયું છે, જ્યારે હિમેશ રેશમિયાએ આ ગીત કમ્પોઝ કર્યું છે.

Salman Khan bollywood bollywood news bollywood gossips entertainment news