ગભરાયેલા સલમાને બે કરોડ રૂપિયામાં વધુ એક બુલેટપ્રૂફ ગાડી લીધી

19 October, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુબઈથી બે કરોડની નિસાન કંપનીની પેટ્રોલ પર ચાલતી બુલેટપ્રૂફ ગાડી ઇમ્પોર્ટ કરી લીધી છે

બુલેટ પ્રૂફ કાર

લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે બાબા સિદ્દીકીની હત્યા કર્યા બાદ ભયભીત સલમાન ખાને જીવ બચાવવા દુબઈથી બે કરોડની નિસાન કંપનીની પેટ્રોલ પર ચાલતી બુલેટપ્રૂફ ગાડી ઇમ્પોર્ટ કરી લીધી છે. આ તેની બીજી બુલેટપ્રૂફ કાર છે.  

ડીમાં એની ઊંચી કિંમત જોતાં હાઈ ક્વૉલિટીનાં સેફ્ટી ફીચર્સ અને આલીશાન સુવિધાઓ આપવામાં આવી છે. બૉમ્બ ઇન્ડિકેશન અલર્ટ સહિત કોઈ નજીકથી પણ જો વિન્ડશીલ્ડના કાચ પર ગોળીઓ છોડે તો પણ વિન્ડશીલ્ડ ન વીંધી શકાય એવો રેઇનફોર્સ્ડ ગ્લાસ એમાં વપરાયો છે. એ જ પ્રમાણે વિન્ડોઝ પણ એવી જ મજબૂત બનાવાઈ છે. વળી અંદર કોણ પ્રવાસ કરી રહ્યું છે એ જાણી ન શકાય એ માટે ટિન્ટેડ વિન્ડોઝ આપવામાં આવી છે અને અન્ય લેટેસ્ટ સેફ્ટી ફીચર્સનો પણ સમાવેશ કરાયો છે.  

mumbai news mumbai Salman Khan lawrence bishnoi mumbai police entertainment news bollywood buzz bollywood