હાયલા...! સલમાન ખાન ટકલું કેમ થઈ ગયો? સ્ટાઈલ કે પછી તેરે નામ 2?

21 August, 2023 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન ખાન (Salman Khan Bald Look)નો નવો લુક જોઈ ફેન્સ નવાઈ પામ્યા છે. માથામાં વાળ વગર સલમાન ખાન અલગ જ દેખાઈ રહ્યો છે. પરંતુ આની પાછળું કારણ સ્ટાઈક છે કે પછી બીજું કંઈ...

સલમાન ખાન (તસવીર: યોગેન શાહ)

ઇન્ડસ્ટ્રીના ભાઇજાન કહેવાતા સલમાન ખાન (Salmna khan Bald Look) દેશના લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તેણે રિયાલિટી શો `બિગ બોસ ઓટીટી 2 (Bigg Boss Ott)`નું શૂટિંગ એક અઠવાડિયા પહેલા એટલે કે 14મી ઓગસ્ટે પૂર્ણ કર્યું છે. અને હવે તે તેની ફિલ્મોમાં પાછા ફર્યો છે. મતલબ કે તેમણે તેના બાકી શૂટ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. તે ભૂતકાળમાં કેટલીક ઈવેન્ટ્સમાં પણ જોવા મળ્યો હતો. એવામાં તે ડિનર પાર્ટીમાં જોવા મળ્યો. પરંતુ આ દરમિયાન તે કંઈક અલગ જ લુકમાં જોવા મળ્યો છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સલમાન ખાનનો નવો લૂક

જ્યારે સલમાન ખાન પોતાની કારમાંથી નીચે ઉતર્યો તેણે જોઈને બધા નવાઈ પામ્યા હતાં.  બ્લેક શર્ટ, બ્લેક જીન્સ અને બ્લેક શૂઝમાં સજ્જ સલમાન ડેશિંગ લાગે છે પણ માથા પર વાળ નથી. સલમાન ખાનને ટકલું (Salman Khan Bald Look)અવતારમાં જોઈ બધાને આશ્ચર્ય થયું છે. ઘણીવાર તે કેઝ્યુઅલ લુકમાં જ દેખાય છે. આ સિવાય તેણે પોતાનું બ્રેસલેટ પણ પહેર્યું હતું. પરંતુ તેના માથા પર વાળ ઓછા હતા. તેનો આ લુક  તેરે નામ અને ગજનીની યાદ અપાવે છે. આવી સ્થિતિમાં લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શું આ નવો અવતાર `ટાઈગર 3` માટે છે. પરંતુ આ અંગે કંઈ વિશેષ માહિતી મળી શકી નથી. હવે જણાવીએ કે લોકોએ તેમના લુક પર શું લખ્યું છે.

એક યુઝરે કહ્યું, `હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું.` એક યુઝરે કહ્યું, `વિગ ફાયર્ડ...` એકે કહ્યું, `સલમાન ખાન હવે વિચારી રહ્યો છે કે હવે બિશ્નોઈ ગેંગના લોકો તેને ઓળખી શકશે નહીં.` એકે લખ્યું, `આખરે સલમાન ખાન વૃદ્ધ દેખાય છે.` જોકે કેટલાક લોકોએ તેની ટાલ પર નિરાશા પણ વ્યક્ત કરી હતી અને રડતી ઇમોજી બનાવી હતી. કેટલાક લોકોએ તેને અહીં શાહરૂખ ખાનના `જવાન`ને પ્રમોટ કરવાનો રસ્તો પણ ગણાવ્યો હતો. જો કે સત્ય શું છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.

સલમાન ખાન પોતાની અલગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે કોઈપણ ફિલ્મમાં ગમે તેવો રોલ કરે, ગમે તેટલો ગેટઅપ કરે, તે તુરંતમાં વાયરલ થઈ જાય છે. દરેક વ્યક્તિ તેના જેવી જ સ્ટાઈલ કૅરી કરવા લાગે છે. `તેરે નામ`ની હેરસ્ટાઇલ આજે પણ ચર્ચામાં છે. કારણ કે તે ફિલ્મ દરમિયાન સલમાન ખાનને લોકોએ ખુબ પસંદ કર્યો હતો.પરંતુ હાલમાં જે ફોટો વાયરલ થયો છે તેમાં સલમાન ખાન સાવ અલગ દેખાઈ રહ્યો 

Salman Khan bollywood news entertainment news bollywood bollywood gossips