02 May, 2023 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોહેલ ખાન
સલમાન ખાન અને સોહેલ ખાન વચ્ચે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘શેરખાન’ પર ફરીથી ચર્ચા શરૂ કરવામાં આવી છે. સોહેલે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. સલમાન સાથે આ ફિલ્મ બનાવવા માટે સોહેલ આતુર છે. સલમાન પણ આ જંગલ ઍડ્વેન્ચરને લઈને એક્સાઇટેડ છે. જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો સોહેલ અને સલમાનની આ ફિલ્મ ભવ્ય બનવાની છે. ૨૦૧૨માં ‘શેરખાન’ વિઝ્યુઅલ ઇફેક્ટ્સને કારણે અટકી પડી હતી. હવે ફરીથી આ ફિલ્મ પર ઇન્ટરનૅશનલ લેવલ પર કામ શરૂ થશે. બન્ને ભાઈઓને લાગે છે કે આ ફિલ્મ બનાવવાનો આ યોગ્ય સમય છે. ‘ઇન્ડિયાના જોન્સ’ની ઇન્ડિયન આવૃત્તિ ‘શેરખાન’ બનશે એવી બંને ભાઈઓને આશા છે.