03 May, 2023 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને શાહરુખ ખાન
સલમાન ખાન અને શાહરુખ ખાન આઠ મે એટલે કે સોમવારે ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરવાના છે. સલમાનની ‘ટાઇગર 3’માં હવે પઠાનની એન્ટ્રી થવા જઈ રહી છે. સલમાનની મદદ માટે પઠાન હવે ફિલ્મમાં એન્ટ્રી કરશે. આ એક જબરદસ્ત ઍક્શન દૃશ્ય છે જેનું શૂટિંગ સોમવારથી શરૂ કરવામાં આવશે. આ ઍક્શન દૃશ્ય માટે સેટ અને ઍક્શનનું પ્લાનિંગ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં કૅટરિના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે.