સલમાન ખાન -સંજય દત્તની જોડી ચમકશે ગંગારામમાં

04 April, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં નાનકડા ગામની વાર્તા હશે અને એમાં ધમાકેદાર ઍક્શન જોવા મળશે

સલમાન ખાન -સંજય દત્તની જોડી ચમકશે ગંગારામમાં

બૉલીવુડમાં સલમાન ખાન અને સંજય દત્તની જોરદાર જોડી પચીસ વર્ષ પછી ફરી સાથે જોવા મળશે. આ બન્ને સ્ટાર્સ આ પહેલાં ‘સાજન’ અને ‘ચલ મેરે ભાઈ’માં એકસાથે જોવા મળ્યા હતા અને તેમની કેમિસ્ટરી લોકોને બહુ પસંદ પડી હતી. તાજેતરમાં સંજયની ફિલ્મ ‘ભૂતની’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને એમાં સલમાને પણ હાજરી આપી હતી. આ ફંક્શનમાં સંજયે નજીકના ભવિષ્યમાં સલમાન સાથે કામ કરવા મળશે એવી જાહેરાત કરી હતી. હવે લેટેસ્ટ ઇન્ફર્મેશન પ્રમાણે હવે આ ફિલ્મનું ટાઇટલ નક્કી થઈ ગયું છે. ‘ગંગારામ’ નામની આ ફિલ્મમાં નાનકડા ગામની વાર્તા હશે અને એમાં ધમાકેદાર ઍક્શન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરૂ થવાનું છે.

‘ગંગારામ’માં સલમાન અને સંજય લીડ રોલમાં જોવા મળશે અને એને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મને ડિરેક્ટ કરવાની જવાબદારી છેલ્લાં પાંચ વર્ષથી સલમાન ખાનના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કૃષ અહીરને સોંપવામાં આવી છે.

Salman Khan sanjay dutt upcoming movie bollywood news bollywood bollywood buzz entertainment news