સલમાન અને તેના પરિવારની સાથે આયુષ શર્માની સલામતીમાં થયો વધારો

20 February, 2024 06:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાનને લાઇસન્સવાળી ગન રાખવાની પણ મંજૂરી મળી ગઈ હતી.

સલમાન ખાન , આયુષ શર્મા

સલમાન ખાન અને તેના પરિવારની સલામતીમાં વધારો કરવાની સાથે જ અર્પિતા ખાનના હસબન્ડ આયુષ શર્માની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આયુષની ફિલ્મ ‘રુસલાન’ રિલીઝના આરે છે અને એના પ્રમોશન માટે તેને સતત પ્રવાસ કરવો પડે છે. એથી તેની સલામતી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લૉરેન્સ બિશ્નોઈ તરફથી સલમાનને ધમકીઓ મળી હતી. એથી સલમાનની સલામતીમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આયુષ પ્રમોશનલ ઇવેન્ટમાં ભારે સિક્યૉરિટીની સાથે પોલીસ-અધિકારીઓના કાફલા સાથે જોવા મળે છે. એવું પણ જાણવા મળ્યું છે કે તે બુલેટપ્રૂફ ગાડીમાં પ્રવાસ કરે છે. આ નિર્ણય પણ સલમાને લીધો છે. એથી આયુષની સલામતીની પણ પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. સલમાનને મળેલી ધમકીઓ બાદ તેણે મુંબઈ પોલીસની મદદ લીધી હતી. સાથે જ સલમાનને લાઇસન્સવાળી ગન રાખવાની પણ મંજૂરી મળી ગઈ હતી.

Salman Khan aayush sharma entertainment news bollywood news bollywood buzz bollywood