સેન્ચુરી મારવામાં નિષ્ફળ સલમાન

25 April, 2023 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓપનિંગ વીક-એન્ડમાં તેની ફિલ્મે કર્યો ફક્ત ૬૮.૧૭ કરોડ રૂપિયાનો બિઝનેસ

સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’

સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પહેલા વીક-એન્ડમાં સેન્ચુરી મારવામાં નિષ્ફળ રહી છે. સલમાનની ​ફિલ્મ મોટા ભાગે બમ્પર ઓપનિંગ કરતી હોય છે. જોકે આ ફિલ્મ એમાં પણ નિષ્ફળ રહી છે. ઓપનિંગ વીક-એન્ડ એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવાર દરમ્યાન આ ફિલ્મે ૬૮.૧૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ઈદ હોવાથી સલમાનના ફૅન્સ આ ફિલ્મ જોવા ઊમટી પડ્યા હતા. જોકે એની ખરી કસોટી ગઈ કાલના બિઝનેસ પર નિર્ભર છે. સોમવારના બિઝનેસ પરથી ખબર પડશે કે એ કેટલી જલદી સેન્ચુરી મારે છે અને કેટલો બિઝનેસ કરી શકશે. આ ફિલ્મમાં પૂજા હેગડે અને શહનાઝ ગિલ સહિત અનેક સ્ટાર્સ જોવા મળે છે. ૨૧ એપ્રિલે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે ૧૫.૮૧ કરોડ રૂપિયા, શનિવારે ૨૫.૭૫ કરોડ રૂપિયા અને રવિવારે ૨૬.૬૧ કરોડ રૂપિયાની સાથે કુલ મળીને ૬૮.૧૭ કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Salman Khan box office