15 April, 2023 08:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સલમાન ખાનને પૂછવામાં આવ્યું હતું કે તેણે જાન કહેવાનો અધિકાર કોને આપ્યો છે? તો એનો જવાબ મજાકિયા અંદાજમાં આપતાં તેણે જણાવ્યું કે વાત જાનથી શરૂ થાય છે અને બાદમાં તે જાન લઈ લે છે. ‘ધ કપિલ શર્મા શો’માં સલમાન તેની ટીમ સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને પ્રમોટ કરવા પહોંચ્યો હતો. એમાં કપિલ શર્મા પૂછે છે કે ‘આમ તો તમને બધા ભાઈ કહે છે, પરંતુ આજકાલ જાન કહેવાનો અધિકાર તમે કોને આપ્યો છે.’
એનો જવાબ મજાકમાં આપતાં સલમાને કહ્યું કે ‘જાન કહેવાનો હક કોઈને ન આપવો જોઈએ. જાનથી શરૂઆત થાય છે અને પછી એ જ જાન લઈ લે છે. એમ કહે છે કે તારી સાથે રહીને હું ખુશ છું. હું ખૂબ નસીબદાર છું. થોડો સમય પસાર થઈ જાય પછી આઇ લવ યુ કહે છે. જેવું તમને આઇ
લવ યુ કહે પછી તેને જાણ થાય કે આ ફસાયો તો તમારી જિંદગી બરબાદ થઈ જાય છે. જાન એક અધૂરો શબ્દ છે. ખરેખર તો આખું વાક્ય એવું હોવું જોઈએ કે ‘જાન લે લૂંગી તેરી, ઉસકે બાદ કિસી ઔર કો જાન બનાઉંગી, ઉસકી ભી જાન લૂંગી.’