Salaar Trailer: પ્રભાસની ફિલ્મ ‘સાલાર’નાં ટ્રેલરની રીલીઝ ડૅટ આવી સામે, જલ્દી જ આવશે આતુરતાનો અંત!

06 November, 2023 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salaar Trailer: ફિલ્મના પહેલા ટીઝર લોન્ચથી જ ચાહકો અને પ્રેક્ષકોમાં ઉત્સાહ બેવડાઈ ગયો છે. અને હવે દરેક જણ આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મ `સાલાર: ભાગ 1 – સીઝફાયર’નું પોસ્ટર

પ્રભાસ (Prabhas) અભિનીત હોમ્બલે ફિલ્મ્સની `સાલાર: ભાગ 1 – સીઝફાયર’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મને લઈને લોકોમાં શરૂઆતથી જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. 

આ ફિલ્મને લઈને લોકોની ઉત્સુકતા પાછળ એક કારણ એ પણ છે કે ડિરેક્ટર પ્રશાંત નીલ અને સુપરસ્ટાર પ્રભાસ પહેલી વખત સાથે આવ્યા છે. ફિલ્મના પહેલા ટીઝર લોન્ચથી જ ચાહકો અને પ્રેક્ષકોમાં ઉત્સાહ બેવડાઈ ગયો છે. અને હવે દરેક જણ આ ફિલ્મના ટ્રેલર (Salaar Trailer)ની રાહ જોઈ રહ્યા છે. બસ, આ જ ટ્રેલરને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. 

જ્યારે ફિલ્મને લઈને લોકોની ઉત્સુકતા ચરમસીમાએ છે, ત્યારે મેકર્સે ટ્રેલર (Salaar Trailer) ને લઈને તાજેતરમાં સોશિયલ મીડિયા પર #50DaysToSalaarCeaseFire એવો અનોખો ટ્રેન્ડ શરૂ કર્યો છે. આ જ ટ્રેન્ડને કારણે લોકોની અપેક્ષાઓ અને ઉત્સુકતા બંને વધી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સૌથી મોટી એક્શન ફિલ્મનું ટ્રેલર (Salaar Trailer) નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવશે. 

હવે ટ્રેલરના સમાચાર લોકો અને પ્રભાસના ચાહકોના ચહેરા પર ચોક્કસપણે એક મોટું સ્મિત લાવશે. એ તમામ લોકો માટે આ આનંદના સમાચાર છે જેઓ સુપરસ્ટારને એક્શન અવતારમાં જોવા તલપાપડ થઈ રહ્યાં છે. વધુમાં આ ફિલ્મ ભારતીય સિનેમાના બે સૌથી મોટા નામ KGF દિગ્દર્શક પ્રશાંત નીલ અને બાહુબલી સ્ટાર પ્રભાસના પહેલીવારના સહયોગને પણ ચિહ્નિત કરે છે, જેઓ આ મેગા એક્શનથી ભરપૂર સિનેમેટિક ફિલ્મ બનાવવા માટે પહેલી જ વાર એકસાથે આવ્યા છે.

હોમ્બલ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘સાલાર: ભાગ 1’ સીઝફાયર (Salaar Trailer) ફિલ્મ નિર્માતા પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે અને તેમાં પ્રભાસ, શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં આવશે.

ફિલ્મ સાલાર 22મી ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. તેની ટક્કર શાહરૂખ ખાનની ડંકી સાથે થશે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તાપસી પન્નુ (Taapsee Pannu) અને વિકી કૌશલ પણ છે.

પ્રભાસ છેલ્લે ઓમ રાઉત દિગ્દર્શિત ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળ્યો હતો, જે ફિલ્મ ઉદ્યોગમાં પરાજય થઈ ગયો હતો, અને વિવિધ જગ્યાએથી ઘણી કઠોર ટીકાઓ મેળવી હતી. ત્યારબાદ આ વર્ષે બાહુબલી અભિનેતાની આગામી રિલીઝ ‘સાલાર’ હશે. આ અભિનેતા ભવિષ્યવાદી ફિલ્મ કલ્કી 2898 એડીમાં પણ દેખાવા માટે પૂર્ણ રીતે સેટ છે. આ સાથે જ મારુતિ દાસારી દ્વારા નિર્દેશિત હોરર કોમેડી ફિલ્મ ‘રાજા ડીલક્સ’ અને સંડેપ રેડ્ડી વાંગા ફિલ્મ ‘સ્પિરિટ’માં પણ જોવા મળવાનો છે.

 

prabhas bollywood news bollywood gossips bollywood entertainment news