13 November, 2023 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ `સાલાર: ભાગ 1 – સિઝફાયર`નું નવું પોસ્ટર
પ્રભાસ (Prabhas)ની ફિલ્મ સાલારના નિર્માતાઓએ ભાગ 1 – સીઝફાયરના ટ્રેલર રીલીઝ (Salaar Trailer) બાબતે અપડેટ જારી કર્યા છે. આવાં અપડેટને કારણે પ્રેક્ષકો અને ચાહકોમાં ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. દર્શકોએ આ ફિલ્મના ટીઝરમાં એક્શનથી ભરપૂર એન્ટરટેઈનમેન્ટ અને રોમાંચની ઝલક માણી છે અને સૌ હવે તેના ટ્રેલરને લઈને ઉત્સાહિત છે.
હવે ફિલ્મના મેકર્સે ટ્રેલરને લઈને ટ્રીટ કર્યું છે. તાજેતરમાં જ એક ખૂબ જ ખતરનાક અને રોમાંચક પોસ્ટરની સાથે તેઓએ ટ્રેલરના રીલીઝ (Salaar Trailer) થવાની તારીખ અને સમય શૅર કર્યા છે. સાલાર ફિલ્મનું ટ્રેલર 1 ડિસેમ્બરે સાંજે 7:19 વાગ્યે રિલીઝ કરવામાં આવશે.
સાલાર: ભાગ 1 – સિઝફાયરને લઈને લોકોમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. જ્યારે ટીઝરમાં તો ફિલ્મની એક્શનથી ભરપૂર દુનિયાની ઝલક બતાવવામાં આવી છે, ત્યારે નિર્માતાઓએ આખરે હવે એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરની સાથે ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે, જે 1 ડિસેમ્બર, સાંજે 7:19 છે. વધુમાં ફિલ્મના નિર્માતાઓએ એ પણ જાહેરાત કરી કે આ ફિલ્મ IMAX પર પણ રિલીઝ કરવામાં આવશે.
હવે ટ્રેલર રિલીઝ (Salaar Trailer)ની આખરે જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો પ્રશાંત નીલની એક્શનથી ભરપૂર દુનિયાની બીજી ઝલક મેળવવા માટે રાહ જોઈ રહ્યાં છે. ભારતીય સિનેમાના બે સૌથી મોટા પાવરહાઉસ, KGFના દિગ્દર્શક પ્રશાંત નીલ અને બાહુબલી સ્ટાર પ્રભાસને એક અનોખો સિનેમેટિક અનુભવ બનાવવા માટે પ્રથમ વખત સાથે આવતા જોવાનો લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.
નવા પોસ્ટરમાં પ્રભાસનો અવતાર કેવો છે?
આ જાહેરાત ઉપરાંત નિર્માતાઓએ પ્રભાસનું નવું પોસ્ટર પણ રિલીઝ (Salaar Trailer) કર્યું છે, જેમાં અભિનેતા હાથમાં બંદૂક સાથે એક્શન અવતારમાં જોવા મળે છે. અભિનેતાના આ દમદાર લૂકને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
હોમ્બલ ફિલ્મ્સ દ્વારા નિર્મિત સલાર: ભાગ 1 સીઝફાયર ફિલ્મ નિર્માતા પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. અને તેમાં પ્રભાસ, શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ પણ છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષામાં સિનેમા ઘરોમાં આવશે.
ફિલ્મ સાલાર 22મી ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. એવું પણ કહી શકાય કે તેની ટક્કર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ડંકી સાથે થશે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તાપસી પન્નુ (Taapsee Pannu) અને વિકી કૌશલ પણ છે. પ્રભાસ છેલ્લે ઓમ રાઉત દિગ્દર્શિત ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળ્યો હતો, જે ફિલ્મ ઉદ્યોગમાં પરાજય થઈ ગયો હતો, અને વિવિધ જગ્યાએથી ઘણી કઠોર ટીકાઓ મેળવી હતી. ત્યારબાદ આ વર્ષે બાહુબલી અભિનેતાની આગામી રિલીઝ ‘સાલાર’ હશે.