જપાનમાં રિલીઝ થશે ‘સલાર : પાર્ટ 1 -સીઝફાયર’

08 January, 2024 06:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅપનીઝ ડિસ્ટ્રિબ્યુશન કંપની ટ્વીન દ્વારા આ ફિલ્મને ત્યાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સમરમાં રિલીઝ કરવામાં આવશે.

પ્રભાસ

પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનની ‘સલાર : પાર્ટ 1 -સીઝફાયર’ હવે જપાનમાં રિલીઝ થવાની છે. પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ખૂબ જ ઍક્શન હતી. જૅપનીઝ ડિસ્ટ્રિબ્યુશન કંપની ટ્વીન દ્વારા આ ફિલ્મને ત્યાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સમરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ સાતમી માર્ચે લેટિન અમેરિકામાં પણ સ્પૅનિશ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની સીક્વલ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આથી આ સીક્વલ રિલીઝ થાય ત્યાં સુધી આ ફિલ્મને અલગ-અલગ જગ્યાએ રિલીઝ કરવામાં આવશે. બૉલીવુડની ફિલ્મો માટે જપાન પણ ખૂબ જ મોટું માર્કેટ ધીમે-ધીમે બની રહ્યું છે. 

Salaar entertainment news bollywood news bollywood buzz