‘Salaar Part 1: CEASEFIRE’ Teaser : પ્રભાસનો કિલર લુક અને એક્શન જોઈને ઉડી જશે હોશ

06 July, 2023 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીઝર રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાયું

`સાલાર`નું પોસ્ટર

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas)ની ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush) બૉક્સ ઑફિસ પર બહુ જ ખરાબ રીતે પીટાઈ હતી. હવે અભિનેતાને તેની આગામી ફિલ્મ `સાલાર` (Salaar Part 1: CEASEFIRE) પાસેથી ઘણી આશાઓ છે. ત્યારે આજે એટલે કે ગુરુવારે વહેલી સવારે નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ફિલ્મ `સાલાર`નું ટીઝર જોઈને સૌના હોશ ઉડી ગયા છે. આ ટીઝરમાં હાઈ વોલ્ટેજ એક્શન અને જબરદસ્ત સ્ટંટની સાથે પ્રભાસની અદભૂત એક્ટિંગ જોવા મળી રહી છે.

પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ `સાલાર`નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યું છે. જોરદાર એક્શન અને ડાયલોગ્સથી ભરપૂર `સાલાર`ના ટીઝરમાં સુપરસ્ટાર પ્રભાસની પ્રશંસા ચોતરફ થઈ રહી છે. `સાલાર`ના ટીઝરમાં હાઈ સ્ટંટ અને એક્શનનું બેસ્ટ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. `કેજીએફ` (KGF)ના મેકર પ્રશાંત નીલ (Prashanth Neel)ની આ આગામી ફિલ્મનું ટીઝર આજે વહેલી સવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે.

અહીં જુઓ ટીઝર :

`સાલાર`ના ટીઝરની શરૂઆત એક માણસથી થાય છે, જે કાર પર બેઠેલો જોવા મળે છે અને ઘણા લોકો તેને કંઈક કહેતા, રાઈફલ અને હથિયારોથી તેની તરફ ઈશારો કરતા જોવા મળે છે. આ પછી વ્યક્તિને એવું કહેતા સાંભળવામાં આવે છે કે, `સરળ અંગ્રેજી, કોઈ મૂંઝવણ નહીં. હું ચિત્તા, વાઘ, હાથી, ખૂબ જ ખતરનાક છું, પણ જુરાસિક પાર્કમાં નથી, કારણ કે તે પાર્કમાં....` આટલું કહીને વ્યક્તિ ચૂપ થઈ જાય છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ટીનુ આનંદ છે, જે `સાલાર`માં મુખ્ય પાત્રમાં જોવા મળે છે.

ટીઝર રિલીઝ પછી એક અભિનેતા બહુ લાઈમલાઈટમાં આવ્યો છે. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj Sukumaran) છે, જેમણે `સાલાર`ના ટીઝરમાં પોતાની ઝલકથી ચાહકોનું દિલ જીતી લીધું છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ વખાણ કરતા થાકતા નથી. તે સિવાય પીઢ અભિનેતા ટીનુ આનંદ (Tinnu Anand)ની એક અદ્ભુત ઝલક ટીઝરમાં જોવા મળે છે.

આ પછી, પ્રભાસ હાથમાં છરી અને રાઇફલ સાથે દુશ્મનોના છક્કા છોડાવતો જોવા મળે છે. આ સાથે પૃથ્વીરાજ સુકુમારનની ઉગ્ર સ્ટાઈલ પણ જોવા મળી હતી.

હોમ્બલે ફિલ્મ્સ બેનર હેઠળ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ `સાલાર`માં પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન ઉપરાંત શ્રુતિ હાસન (Shruti Haasan) અને જગપતિ બાબુ (Jagapathi Babu) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ `સાલાર` ૨૮ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, આ પહેલો ભાગ હશે. જેનું નામ `સાલરઃ ધ સીઝ ફાયર` ભાગ-૧ આપવામાં આવ્યું છે. આ ફિલ્મનો બીજો ભાગ પણ આવશે.

prabhas upcoming movie Regional Cinema News bollywood bollywood news entertainment news