જુડવાથી સિકંદર સુધીઃ સાજિદ નડિયાદવાલાએ સલમાન ખાન સાથેની ત્રણ દાયકાની મજબૂત મિત્રતાની પળો શૅર કરી

29 December, 2024 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sajid Nadiadwala shares memorable pic with Salman Khan: તેમની આગામી ફિલ્મ ‘સિકંદર’ પાસેથી દર્શકોની અપેક્ષાઓ પણ ઘણી વધી ગઈ છે. ટ્રેડ વિશ્લેષકો પહેલેથી જ કહી રહ્યા છે કે આ ફિલ્મ નવા રેકોર્ડ તોડશે અને તેના અદ્ભુત વારસાને આગળ લઈ જશે.

સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા

સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાએ ચાહકોને ખુશ મૂડમાં છોડી દીધા જ્યારે નડિયાદવાલાના ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટે (Sajid Nadiadwala shares memorable pic with Salman Khan) તેમનો ‘ત્યારે અને હવે’ ફોટો શૅર કર્યો. તેમની લગભગ ત્રણ દાયકા જૂની મિત્રતા ખરેખર બતાવે છે કે કેવી રીતે તેઓએ એકબીજાને ટેકો આપ્યો, સાથે મળીને સફળતા હાંસલ કરી અને શોબિઝની બહાર પણ ઊંડી મિત્રતા જાળવી રાખી. નડિયાદવાલાના ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટે ‘ત્યારે અને હવે’ ફોટો શૅર કર્યો અને લખ્યું, ‘કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. સિકંદરની યાત્રા તમારા પ્રેમથી શરૂ થાય છે! સિકંદર ટીઝર પર આટલો પ્રેમ વરસાવવા બદલ અમે ખૂબ આભારી છીએ.’ સિકંદર ટીઝર હવે YouTube પર!’

સલમાન અને સાજિદની (Sajid Nadiadwala shares memorable pic with Salman Khan) મિત્રતા શરૂઆતથી જ મજબૂત રહી છે, પછી તે જૂના પ્રોજેક્ટ હોય કે આજનું કામ. તેમની ભાગીદારીએ બૉલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. 1996 માં ‘જીત’ થી શરૂઆત કરી, પછી 1997 માં એવરગ્રીન કોમેડી ફિલ્મ ‘જુડવા’ આવી. આ પછી તેણે 2000 માં ‘હર દિલ જો પ્યાર કરેગા’ જેવી બ્લોકબસ્ટર્સ ફિલ્મો આપી, પછી 2004 માં ‘મુઝસે શાદી કરોગી’ સાથે પણ બન્નેએ ધમાલ કરી. તે બાદ 2014માં રિલીઝ થયેલી એક્શનથી ભરપૂર ‘કિક’ એ બૉક્સ ઑફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા, તે સમયે ફિલ્મે 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે તેમની આગામી ફિલ્મ ‘સિકંદર’ પાસેથી દર્શકોની અપેક્ષાઓ પણ ઘણી વધી ગઈ છે. ટ્રેડ વિશ્લેષકો પહેલેથી જ કહી રહ્યા છે કે આ ફિલ્મ નવા રેકોર્ડ તોડશે અને તેના અદ્ભુત વારસાને આગળ લઈ જશે.

તેમની મિત્રતાને ખાસ બનાવે છે તે માત્ર ફિલ્મો જ નથી, પરંતુ જીવનના ઉતાર-ચઢાવમાં તેઓ એકબીજાને આપેલો મજબૂત ટેકો અને સાથ છે. મુશ્કેલ સમયમાં સાજિદ (Sajid Nadiadwala shares memorable pic with Salman Khan) હંમેશા સલમાન માટે તાકાત રહ્યો છે અને દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહ્યો છે. એ જ રીતે, સલમાને પણ હંમેશા સાજિદના વિઝનમાં વિશ્વાસ રાખ્યો છે અને તેના પ્રોજેક્ટ્સ પર ખંતપૂર્વક કામ કર્યું છે. બન્નેએ સાથે મળીને માત્ર સફળતા જ નથી હાંસલ કરી અને દરેક મુશ્કેલીને પણ સાથે દૂર કરી છે. તેમની મિત્રતા સાબિત કરે છે કે સાચી મિત્રતા સમય સાથે વધુ મજબૂત બને છે.

સાજિદ નડિયાદવાલાની આગામી મેગા ફિલ્મ ‘સિકંદર’ (Sajid Nadiadwala shares memorable pic with Salman Khan) નું ફર્સ્ટ લૂક પોસ્ટર પહેલેથી જ રિલીઝ થઈ ગયું છે, અને તે ખરેખર આઇકોનિક છે. સાજીદ નડિયાદવાલા અને એ. આર. મુરુગાદોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. ‘સિકંદર’ એક એવી શાનદાર ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં એક્શન, ડ્રામા અને ઈમોશનનો જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળશે.

sajid nadiadwala Salman Khan upcoming movie judwaa teaser release bollywood news bollywood