સાઇકલ ચલાવવા મુંબઈ સેફ નથી

02 April, 2024 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે જ્યાં જઈએ ત્યાં ખોદવામાં આવ્યું છે એને કારણે અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે

સૈયામી ખેર

સૈયામી ખેર પોતે સાઇક્લિસ્ટ છે અને તેને મુંબઈમાં સાઇકલ લઈને નીકળતા લોકોની ચિંતા થઈ રહી છે. તેણે પ્રશાસનને વિનંતી કરી છે કે તેમણે મુંબઈમાં સાઇક્લિસ્ટ્સ માટે યોગ્ય દિશામાં સુધારા કરવા જોઈએ. સાથે જ સાઇકલ ચલાવતી વખતે ખાસ સલામતીનું ધ્યાન વ્યક્તિએ રાખવું જોઈએ એના પર પણ ભાર મૂક્યો છે. એ વિશે સૈયામી કહે છે, ‘સાઇક્લિસ્ટ્સ સાથે થતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને વાતાવરણ પણ સલામત નથી. આખું શહેર ખોદવામાં આવ્યું છે. નાના-મોટા તમામ રસ્તાઓ પરથી સાઇકલ ચલાવવી મુશ્કેલ બન્યું છે. આ યોગ્ય નથી અને એ દિશામાં યોગ્ય પગલાં લેવાં જોઈએ. જોકે વાસ્તવિકતા એ છે કે એને કારણે લોકોનાં મૃત્યુ પણ થાય છે. ખુલ્લા વાતાવરણમાં ફિટનેસના પર્યાય તરીકે સાઇક્લિંગ કેટલાય લોકો માટે બેસ્ટ ઑપ્શન છે. એવામાં શહેરમાં એના માટે જરૂરી મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ. વર્તમાન સ્થિતિ તો ખરેખર જોખમી છે. એને જોતાં પ્રશાસને એ દિશામાં જરૂરી અને વધુ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. મુંબઈમાં હાલની જે સ્થિતિ છે એને જોતાં તો ખુલ્લું વાતાવરણ સ્વાસ્થ્ય અને ફિટનેસની દૃષ્ટિએ લોકો માટે હિતકારી નથી.’

saiyami kher entertainment news bollywood news bollywood bollywood buzz