16 September, 2023 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન
‘પઠાન’ અને ‘વૉર’ જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે તેમની આગામી ફિલ્મ માટે સૈફ અલી ખાન અને જયદીપ અહલાવતને સાઇન કર્યા હોય એવી ચર્ચા છે. આ ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. હાલમાં તો સિદ્ધાર્થ ‘ફાઇટર’માં બિઝી છે. ફિલ્મમાં હૃતિક રોશન, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે. શાહરુખ ખાનની ‘પઠાન’ની સફળતાને જોતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિદ્ધાર્થ આનંદ મોસ્ટ વૉન્ટેડ ડિરેક્ટર બની ગયો છે. હવે આ અનટાઇટલ્ડ ફિલ્મમાં સૈફની સામે જયદીપ જંગ લડતો દેખાશે. સિદ્ધાર્થ આનંદના બૅનર માર્ફિક્સ પિક્ચર્સ હેઠળ એને પ્રોડ્યુસ કરવામાં આવશે. ફિલ્મને રૉબી ગ્રેવાલ ડિરેક્ટ કરશે. સિદ્ધાર્થ આનંદ અને સૈફ અલી ખાને છેલ્લે ‘સલામ નમસ્તે’માં કામ કર્યું હતું.