નિષ્ફળતાથી કદી ડરવું ન જોઈએ : સૈફ અલી ખાન

09 February, 2024 06:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની ગયા વર્ષે રિલીઝ થયેલી ‘આદિ પુરુષ’ ખરાબ રીતે પછડાઈ હતી. એમાં તે રાવણના રોલમાં દેખાયો હતો.

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાને જણાવ્યું છે કે નિષ્ફળતાથી ગભરાવું ન જોઈએ અને સતત આગળ વધતા રહેવું જોઈએ. તેની ગયા વર્ષે રિલીઝ થયેલી ‘આદિ પુરુષ’ ખરાબ રીતે પછડાઈ હતી. એમાં તે રાવણના રોલમાં દેખાયો હતો. પ્રભાસે ભગવાન રામની અને ક્રિતી સૅનને સીતાની ભૂમિકા ભજવી હતી. સૈફ પોતાને સ્ટાર નથી ગણાવતો. એ વિશે સૈફે કહ્યું કે ‘વાસ્તવિક હોવું સારી બાબત છે અને હું કદી પણ પોતાને સ્ટાર નથી ગણાવતો. હું એ ચાહતો પણ નથી. સ્ટાર બનવું તો પસંદ છે, પરંતુ હું કોઈ ભ્રમમાં નથી રહેવા માગતો. મારા પેરન્ટ્સ મોટા સ્ટાર હતા. તેઓ વાસ્તવિક અને સાધારણ હતા. લાઇફમાં એવું ઘણુંબધું છે જે પૂરું કરવું જરૂરી છે અને મારું ધ્યાન હંમેશાં એના પર રહે છે. કહેવાનો અર્થ એટલો જ છે કે નિષ્ફળતાથી ડરવું ન જોઈએ.’

આદિપુરુષ’ની નિષ્ફળતા પર સૈફે કહ્યું કે ‘લોકો ‘આદિપુરુષ’ને લઈને કહેતા હતા કે આ એક સાહસભર્યો પર્યાય હતો. લોકો ‘આદિપુરુષ’નું ઉદાહરણ આપીને જોખમ વિશે ચર્ચા કરતા હતા. જોકે તમે જો નિષ્ફળ થાઓ છો તો એને ખરેખર રિસ્ક ન કહેવાય. નિષ્ફળતા પણ લાઇફમાં હોવી જરૂરી છે અને એ તમારી લાઇફનો ભાગ હોય છે. એ ખરાબ લાગશે અને કહેવું જરૂરી છે કે એ સારો પ્રયાસ હતો, પરંતુ દુર્ભાગ્ય હતું તો હવે આગળ વધો.’

કરીના સાથે કામ કરશે તો અલગ રૂમમાં રહેવાની શરત રાખી સૈફે

સૈફ અલી ખાન અને તેની વાઇફ કરીના કપૂર ખાન કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાનાં છે. અગાઉ તેમણે ‘ટશન’, ‘એજન્ટ વિનોદ’ અને ‘કુરબાન’માં સાથે કામ કર્યું હતું. બન્નેનાં લગ્નને ૧૧ વર્ષ પસાર થયાં છે. જોકે કરીના અગાઉ કહી ચૂકી છે કે તેમની ફિલ્મો સારી નથી ચાલી એથી સાથે કામ કરવાની તેમની ઇચ્છા નથી. એ વિશે કરીનાએ કહ્યું કે ‘અગાઉ તે પણ ના કહેતો હતો કે સાથે કામ કરવું સારું નથી. અમારે સાથે કામ ન કરવું જોઈએ. કદાચ ‘ટશન’ અથવા ‘એજન્ટ વિનોદ’ સારી નથી ચાલી એથી તેણે એવું કહ્યું હતું. હવે અમે સાથે કામ કરવાનાં છીએ. એથી આશા છે કે આ ફિલ્મ સારી ચાલે.’

બીજી તરફ સૈફે કહ્યું કે ‘અમે ખરેખર સાથે કામ કરી રહ્યાં છીએ અને અમે પરિણીત છીએ. એથી અમે એનાથી થોડા હટકે રોલ કરવાનાં છીએ. એના પર કામ ચાલી રહ્યું છીએ.’ કરીનાએ કહ્યું કે ‘ઍક્ટર્સ તરીકે અમે બન્ને એકબીજા સાથે કામ કરવા માટે કમ્ફર્ટેબલ છીએ અને કાંઈક અલગ કરવાનાં છીએ.’કરીનાની આ વાત પર સૈફે કહ્યું કે ‘હું જ્યારે ફિલ્મ બનાવીશ તો કદાચ તારી સાથે નહીં રહું એવું મેં નક્કી કર્યું છે. હું અલગ રૂમમાં રહીશ.’

entertainment news bollywood news bollywood buzz bollywood saif ali khan kareena kapoor