11 July, 2024 11:27 AM IST | London | Gujarati Mid-day Online Correspondent
દીકરા તૈમૂર સાથે લંડનમાં ક્રિકેટ રમતો જોવા મળ્યો સૈફ અલી ખાન
બૉલિવુડના મોસ્ટ પોપ્યુલર અને લોક પ્રિય કપલમાંથી કરીના કપૂર અને સૈફ અલી ખાન (Saif Ali Khan and Taimur Play Cricket) એક છે. સૈફ અને કરીનાને તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાન નામના બે દીકરા છે. સૈફ અને કરીના તૈમૂર અને જહાંગીર સાથેની અનેક પળો સોશિયલ મીડિયા પર શૅર કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર તૈમૂર અને જહાંગીર અત્યારથી જ ખૂબ જ ફેમસ થઈ ગયા છે. હાલમાં પટૌડી પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિયાફ સૈફ તેના દીકરા તૈમૂર સાથે ક્રિકેટ ટ્રેનીંગ કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
તૈમૂર અનેક સમયથી લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ પ્રેક્ટિસ (Saif Ali Khan and Taimur Plays Cricket) કરી તેના પરિવારની પરંપરાને આગળ વધારી રહ્યો છે. તેની ટ્રેનિંગ સેશનના અનેક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સૈફ અલી ખાન તેના દીકરા તૈમૂર અલી ખાન સાથે તેના પરિવારના ક્રિકેટ સાથેના ઇતિહાસ અંગે વાત કરતા દેખાઈ રહ્યો છે. સૈફે કાઉન્ટીઓનું વર્ણન કરતાં ઉલ્લેખ કર્યો હતો કે તૈમૂરના દાદા સસેક્સના કેપ્ટન હતા અને તેના પરદાદા વોર્સેસ્ટરશાયરના ખેલાડી હતા.
સૈફ અલી ખાન અને તૈમૂર અલી ખાન બીજા એક બીજા વીડિયોમાં ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. વીડિયાની શરૂઆતમાં તૈમૂરને પૂછવામાં આવે છે કે તે તેના પિતા સામે બૉલિંગ કરશે. આ સવાલના જવાબમાં તૈમૂરે હસીને કહ્યું કે, "હા". આગળ તૈમૂરને (Saif Ali Khan and Taimur Plays Cricket) પૂછવામાં આવે છે કે તે કેવા પ્રકારની બોલિંગ કરવાનું વિચારે છે, ત્યારે તૈમૂર જવાબ આપ્યો "યોર્કર" બૉલ. તેમ જ વધુ એક વીડિયોમાં તૈમૂર લોર્ડ્સના ઇન્ડોર નેટ્સમાં બેટિંગ કરતો પણ દેખાઈ રહ્યો છે. તૈમૂર તેના કોચ, પૂર્વ ઇંગ્લેન્ડનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી ઉસ્માન અફઝાલની સૂચનાઓ ધ્યાનથી સાંભળતો, અમલમાં લાવતો અને માનતો જોવા મળી રહ્યો છે.
સૈફ અલી ખાન, જે લેજન્ડ્રી ક્રિકેટર મન્સૂર અલી ખાન (Saif Ali Khan and Taimur Plays Cricket) પટૌડી અને શર્મિલા ટાગોરનો દીકરો છે. તેણે કરીના કપૂર સાથે 16 ઓક્ટોબર, 2012 ના રોજ લગ્ન કર્યા હતા. સૈફ અને કરીનાના ઘરે 20 ડિસેમ્બર, 2016ના રોજ તૈમૂર અને વર્ષો પછી 21 ફેબ્રુઆરી 2021 ના રોજ બીજા દીકરા જહાંગીર અલી ખાનનો જન્મ થયો હતો. હવે આગામી સમયમાં કરીના હંસલ મહેતાની `ધ બકિંગહામ મર્ડર્સ` ફિલ્મમાં જોવા મળશે, અને સૈફની સાઉથની ખૂબજ અપેક્ષિત `દેવરા`માં, જે જેમાં જુનિયર એનટીઆર અને જાન્વી કપૂર સાથે છે, તેની તૈયારી છે.