07 January, 2023 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુ ત્રણ મહિના માટે કામ નહીં કરે એવી ચર્ચા હતી. જોકે તમામ વાતોને અફવા ગણાવીને તે ફરી વર્ક મોડમાં આવી ગઈ છે. સમન્થાએ તેની આગામી ફિલ્મ ‘શાકુંતલમ’ માટે રેકૉર્ડિંગ કરવાનું શરૂ કરી દીધું છે. તેને થોડા સમય પહેલાં માયોસાઇટિસ નામની બીમારી થઈ હોવાનું બહાર આવ્યું હતુ. આ બીમારીમાંથી તે બહાર ન આવે ત્યાં સુધી તે કામ નહીં કરે એવી ચર્ચા ચાલી હતી. તેણે વરુણ ધવન સાથેની ‘સિટાડેલ’ પણ છોડી દીધી હતી એવી ચર્ચા આવી હતી, પરંતુ એ તમામ વાતને તેણે ફગાવી હતી.