06 January, 2023 05:00 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ
એસ. એસ. રાજામૌલીની ‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ છે. આ ફિલ્મ ૨૦૨૨ના માર્ચમાં રિલીઝ કરવામાં આવી હતી અને એને દુનિયાના સૌથી મોટા આઇમૅક્સ થિયેટર્સમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું, જેની ટિકિટ ૯૮ સેકન્ડમાં જ વેચાઈ ગઈ છે. બિયૉન્ડ ફેસ્ટના ઇનિશ્યેટિવના આધારે ‘RRR’ને ત્યાં સ્ક્રીન કરવામાં આવી રહી છે. બિયૉન્ડ ફેસ્ટના ટ્વિટર હૅન્ડલ દ્વારા આ સમાચાર શૅર કરવામાં આવ્યા છે કે આવું પહેલી વાર થયું છે કે આટલી સેકન્ડમાં જ ટિકિટ વેચાઈ ગઈ હોય. આજ સુધી ક્યારેય આટલી જલદી કોઈ પણ ફિલ્મની ટિકિટ નથી વેચાઈ.