મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું રોહિત શેટ્ટીએ

21 March, 2023 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૧૪ એ​પ્રિલે રિલીઝ થશે

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીએ હિન્દી ફિલ્મો બાદ હવે મરાઠી ફિલ્મો બનાવવામાં હાથ અજમાવવાનું શરૂ કર્યું છે. તેણે ‘સ્કૂલ કૉલેજ આણિ લાઇફ’ નામની મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ૧૪ એ​પ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મને વિહાન સૂર્યવંશીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરીમાં યુવા પેઢીને જીવનમાં આવતા પડકારો ​પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ​ફિલ્મમાં ‘બિગ બૉસ 15’ની વિજેતા તેજસ્વી પ્રકાશ અને કરણ પરબ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિત શેટ્ટીએ કૅપ્શન આપી હતી, ‘મારા મરાઠી દર્શકો મને હંમેશાં પૂછતા હતા કે હું મરાઠી ફિલ્મ ક્યારે પ્રોડ્યુસ કરીશ? તો અહીં એ લઈને આવ્યો છું હું મારી મરાઠી ઑડિયન્સ માટે મારી પહેલી મરાઠી ફિલ્મ. આ રોહિત શેટ્ટીની ફિલ્મ નથી છતાં આ રોહિત શેટ્ટી ફિલ્મ છે. સ્લાઇસ ઑફ લાઇફ, સ્વીટ, સરળ, દિલને સ્પર્શી જનારી સ્ટોરી છે. વિહાન સૂર્યવંશીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૧૪ એ​પ્રિલે રિલીઝ થશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood rohit shetty