midday

રોહિત રૉયે યાદ કરી પોતાની મૂર્ખામીને, જ્યારે તેણે ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડ્યું હતું

11 January, 2025 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત રૉયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ૨૦૦૭માં ફિલ્મ ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ના રોલમાં પાતળા દેખાવા માટે તેણે ‘વૉટર ડાયટ’ કરી વજન ઘટાડ્યું હતું
રોહિત રૉય

રોહિત રૉય

રોહિત રૉયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ૨૦૦૭માં ફિલ્મ ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ના રોલમાં પાતળા દેખાવા માટે તેણે ‘વૉટર ડાયટ’ કરીને ૨૫ દિવસમાં ૧૬ કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. આ ડાયટ કોઈએ ક્યારેય કરવી નહીં એમ જણાવતાં રોહિતે કબૂલ કર્યું હતું કે ‘આ રીતે ‘વૉટર ડાયટ’ કરવું એ સ્ટુપિડ અને ડેન્જરસ છે. એનાથી શરીરને ભારે નુકસાન થાય છે. હૉલીવુડમાં આ પ્રકારની ડાયટ કરીને વજન ઉતારવામાં ઍક્ટર્સે જીવ ગુમાવવો પડ્યો હોય એવા કિસ્સા પણ બન્યા છે. હું ક્યારેય જીવનમાં કોઈ પણ કિંમતે આવું ફરી નહીં કરું.’

વૉટર ડાયટમાં માત્ર પાણી અને ઝીરો કૅલરી લિક્વિડ જ લેવાની સલાહ આપવામાં આવે છે. આ ડાયટથી શરીરના અંદરના અવયવો અને શરીરના સ્નાયુઓને ઘણું નુકસાન પહોંચે છે.

પોતાની વૅનમાં જિમ ધરાવતો રોહિત રૉય સેટ પર હોય ત્યારે પણ વર્કઆઉટ કરે છે. ડાયટમાં તે ૧૬:૮ કલાકનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ફૉલો કરે છે.

rohit roy shootout at lokhandwala entertainment news bollywood bollywood news