મિડલ એજ મહિલાની ઇમેજ તોડવા માટે સેક્સી કપડાં પહેરવાનું શરૂ કર્યું હતું રિચા ચઢ્ઢાએ

04 June, 2024 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં સેક્સી કપડાં પહેરવાનું શરૂ કર્યું હતું જેથી હું મારી ગામડાની મિડલ એજ મહિલાની ઇમેજને તોડી શકું

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢાએ પોતાની મિડલ એજ મહિલાની ઇમેજ તોડવા માટે સેક્સી કપડાં પહેરવાનું શરૂ કર્યું હતું. ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ના બન્ને પાર્ટમાં રિચાએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ગામડાંની મિડલ એજ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ બાદ તેને ફક્ત મિડલ એજ વ્યક્તિનાં પાત્ર જ ઑફર થઈ રહ્યાં હતાં. આ વિશે વાત કરતાં રિચા કહે છે, ‘મારું ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’નું પાત્ર ખૂબ જ પૉપ્યુલર થયું હતું. મારા પાત્રને લઈને લોકો શું પ્રતિભાવ આપતાં એની મને ખબર છે. એથી મેં સેક્સી કપડાં પહેરવાનું શરૂ કર્યું હતું જેથી હું મારી ગામડાની મિડલ એજ મહિલાની ઇમેજને તોડી શકું. હું ઇવેન્ટ્સ અને અવૉર્ડ્સમાં એવાં કપડાં પહેરતી હતી જેથી લોકોને ખબર પડે હું રિયલમાં કેવી દેખાઉં છું. લોકોને એક જ ઇમેજમાં ઢાળી દેવામાં આવે છે, પરંતુ ચોક્કસ વ્યક્તિ તમે ખરેખર કેવા દેખાઓ છો એ પણ જાણી લે છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું મારી કરીઅરમાં દસ વર્ષની અંદર જ સંજય લીલા ભણસાલી સાથે કામ કરીશ.’

richa chadha bollywood news bollywood gossips bollywood entertainment news