17 January, 2024 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિચા ચઢ્ઢા
દિલ્હી (Delhi)માં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. તેની અસર રોડ ટ્રાફિકની સાથે એર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે. એર ટ્રાફિકને લીધે સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટી દરેકને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અપર્ણા દિક્ષિત (Aparna Dixit) અને રણવીર શૌરી (Ranvir Shorey) બાદ અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chadha)ને પણ ફ્લાઇટ ડીલેનો સામનો કરવો પડ્યો છે. રિચા ચઢ્ઢાએ કહ્યું કે, તેણે પણ બે ડોમેસ્ટિક ઇન્ડિગો ફ્લાઈટ્સમાં વિલંબનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં રિચાએ તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટમાં થયેલી થપ્પડની ઘટના પર પણ પ્રતિક્રિયા આપી હતી. રિચા ચઢ્ઢાએ ઈન્ડિગોની ફ્લાઈટમાં વિલંબ થવાને લઈને ઈન્ડિગોના પાઈલટને માત્ર એક જ પેસેન્જરે માર મારતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
રિચા ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, તેણે પણ ઈન્ડિગો એરલાઈન્સની બે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં વિલંબનો સામનો કરવો પડ્યો છે. રિચાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું ક। તેણે છેલ્લા ત્રણ દિવસમાં 3 ફ્લાઈટમાં મુસાફરી કરી, જેમાંથી બે ઇન્ડિગોની અને ત્રીજી ઈન્ટરનેશનલ ફ્લાઈટ હતી, જે સમયસર હતી. તેણે કહ્યું કે, દિલ્હીમાં ધુમ્મસ અને મુંબઈમાં તાજેતરના એર શોએ ઈન્ડિગો માટે પડકારો વધારી દીધા છે.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘3 દિવસમાં મારી ત્રીજી ફ્લાઇટ પર... પ્રથમ દિવસે ઇન્ડિગો ૪ કલાકથી વધુ મોડી પડી હતી, બીજા દિવસે ઇન્ડિગો ફરીથી ૪ કલાક મોડી પડી હતી. કેટલાક રૂટ પર, ઇન્ડિગો ઘણીવાર સીધી ફ્લાઇટ્સ ધરાવે છે. ત્રીજા દિવસે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં કોઈ સમસ્યા ન હતી. ૧૪ જાન્યુઆરીએ મુંબઈમાં એર શો હતો, જેના કારણે સવારે રનવે બંધ થઈ ગયો અને પછી ઉત્તર ભારતમાં ધુમ્મસ એટલે દિલ્હીનો રનવે બંધ થઈ ગયો… શું આ તેની અસર? સમગ્ર દેશમાં ફ્લાઈટ્સ મોડી પડી હતી. કર્મચારીઓને વધુ કામ કરવું પડશે.’
રિચા ચઢ્ઢાએ ઈન્ડિગોમાં હુમલાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં એક મુસાફરે ઇન્ડિગોના પાઈલટ પર હુમલો કર્યો હતો. રિચા ચઢ્ઢાએ કહ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે માત્ર એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો, કારણ કે ગુસ્સો ખૂબ વધી રહ્યો છે (હું હિંસા સહન કરતી નથી).’ રિચા ચઢ્ઢાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘ઇન્ડિગો વિવાદે એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો. તે એકાધિકાર - એરલાઈન્સ, એરપોર્ટની માલિકી હોય કે કારભારી – જવાબદારીનો અભાવ સર્જે છે. સામાન્ય નાગરિકો કોઈપણ આધાર વિના પીડાય છે. જ્યાં સુધી અમે આને ઓળખીએ છીએ, અમે ચૂકવણી કરતી વખતે નુકસાનમાં રહીશું. અને જો આપણે ન જાગીએ, તો આ જ આપણે લાયક છીએ, તે નથી?’
તમને જણાવી દઈએ કે, ઇન્ડિગો એરલાઈન્સ હાલમાં જ તેની ફ્લાઇટમાં વિલંબ અને પેસેન્જરો સાથે ગેરવર્તનને લઈને ટીકાઓનો ભોગ બની છે. અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં રાધિકા આપ્ટે પણ ફ્લાઇટ વિલંબનો શિકાર બની હતી, જેના વિશે તેણે સોશિયલ મીડિયા પર માહિતી પણ આપી હતી.