26 December, 2018 03:47 PM IST |
૨૦૧૩માં આવેલી ‘ફુકરે’ અને ૨૦૧૭માં આવેલી ‘ફુકરે રિટર્ન્સ’માં રિચા ચઢ્ઢાએ ભોલી પંજાબણનું પાત્ર ભજવ્યું હતું. રિચા આ પાત્રને ફરીથી જીવંત કરવા માગે છે. રિચાએ તો ફિલ્મના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાને ફિલ્મના ત્રીજા પાર્ટને બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ વિશે વધુ જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘મારા માટે ‘ફુકરે’ એક સ્પેશ્યલ ફિલ્મ છે. હું ભોલીની મોટી ફૅન છું. તે ખૂબ જ બહાદુર અને ભરપૂર ઇન્ટેલિજન્ટ છે. આ પાત્રને બે વાર ભજવવું મારા માટે ખુશીની વાત છે.
આ ફિલ્મ થકી મેં જીવનભર સાથ આપે એવા મિત્રો બનાવ્યા છે. એના માટે ‘ફુકરે’નો આભાર. જે પ્રકારે ફિલ્મને સફળતા મળી એ આશ્ચર્યચકિત કરનારી અને લાભદાયી રહી હતી. મારી ઇચ્છા છે કે મને ફરીથી આ ફિલ્મના ત્રીજા પાર્ટમાં એ ટીમ સાથે કામ કરવાની તક મળે. ત્રીજી વાર અમે બધા મળીશું તો એ ખૂબ જ અદ્ભુત રહેશે. મારા મતે ‘ફુકરે ૩’ બનવી જ જોઈએ.’