midday

મને ખૂબ જ મોટી ગોલ્ડ ડિગર ગણવામાં આવે છે

03 July, 2024 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુસ્મિતા સેનના પૉડકાસ્ટમાં રિયા ચક્રવર્તીએ કહ્યું...
રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી

સુસ્મિતા સેન કરતાં પણ રિયા ચક્રવર્તીને લોકો ખૂબ જ મોટી ગોલ્ડ ડિગર સમજે છે. સુસ્મિતા સેનને તેની રિલેશનશિપને કારણે ઘણી વાર ગોલ્ડ ડિગર કહેવામાં આવી છે. આ જ વસ્તુ રિયા સાથે પણ થઈ હતી. સુશાંત સિંહ રાજપૂતની રિલેશનશિપને કારણે તેને પણ ગોલ્ડ ડિગર કહેવામાં આવી હતી. રિયાએ હાલમાં સુસ્મિતા સેન સાથેના પૉડકાસ્ટમાં હાજરી આપી હતી. આ વિશે સુસ્મિતા સેનને વાત કરતાં રિયાએ કહ્યું હતું કે ‘તમને ખબર છે કે તમારા કરતાં પણ મોટી ગોલ્ડ ડિગર છે? મને ખૂબ જ મોટી ગોલ્ડ ડિગર કહેવામાં આવે છે.’

Whatsapp-channel
rhea chakraborty sushmita sen entertainment news bollywood bollywood news bollywood gossips