midday

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહની બહેન સામ કરેલી ફરિયાદ હાઇકોર્ટમાં માન્ય

15 February, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહની બહેન સામ કરેલી ફરિયાદ હાઇકોર્ટમાં માન્ય
રિયા ચક્રવર્તી તસવીર- યોગેન શાહ

રિયા ચક્રવર્તી તસવીર- યોગેન શાહ

બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સામે અભિનેત્રી રિયા ચક્રવર્તીના કેસને સમર્થન આપ્યું છે. હાઈકોર્ટે સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતુ સિંહ સામે નોંધાયેલ એફઆઈઆર નામંજૂર કરી હતી, પરંતુ બીજી બહેન પ્રિયંકા સિંહ સામેનો આરોપ માન્ય રાખ્યો છે.સુશાંતસિંહ રાજપૂતની બહેનનાં વકીલે કહ્યું છે કે તેઓ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

જો કે રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું કે તેઓ કોર્ટના વર્ડિક્ટથી ખુશ છે અને ટ્વિટ કરતાં લખ્યું કે આખરે રિયાનો ન્યાય અને સત્ય માટેનો આક્રંદ સાચા કાને પડ્યો છે અને સત્યની જીત થઇ છે. સત્ય મેવ જયતે. આ કેસ સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. ગયા વર્ષે જૂનમાં સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ તેના પરિવારે રિયા પર આ કેસમાં ભૂમિકા ભજવવાનો આરોપ લગાવ્યો હતો, જેની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સુશાંત સિહ રાજપૂતે ગયા વર્ષે 14મી જૂને કથિત આત્મહત્યા કરી લીધી. તેના મૃત્યુને પગલે અગણિત વળાંકો બહાર આવ્યા અને જાતભાતના કેસિઝ પણ થયા. આ મામલામાં ડ્રગ્ઝની સંડોવણીથી માંડીને હત્યાનાં જાતભાતના કારણો પર ચર્ચા થઇ અને અંતે સીબીઆઇએ કહ્યું કે સુશાંતની હત્યા નહીં પણ આત્મહત્યા જ હતી. 

sushant singh rajput rhea chakraborty bombay high court