midday

જાણીતા ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનું મુંબઈની હૉસ્પિટલમાં અવસાન

29 December, 2022 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નીતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

મનોરંજન જગતમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નીતિન મનમોહન (Nitin Manmohan)નું આજે એટલે કે 29મી ડિસેમ્બરે નિધન થયું છે. ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. તેમણે

નોંધનીય છે કે નિર્માતાને 3 ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને તાત્કાલિક કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના કારણે નીતિન મનમોહનને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સતત સારવાર છતાં તે ખતરાની બહાર આવી શક્યા ન હતા. આજે તેમણે હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

આ પણ વાંચો: ‘લાડલા’ના પ્રોડ્યુસર નીતિન મનોમોહનને હાર્ટ-અટૅક આવતાં હૉસ્પિટલમાં ઍડ્‍મિટ

નીતિન મનમોહને પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો બનાવી હતી. `બોલ રાધા બોલ`, `લાડલા`, `દસ`, `ઇન્સાફ`, `બાત બન જાયે`,`યમલા પગલા દિવાના` જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા મનમોહને સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ `રેડી` પણ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, નીતિન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનમોહનના પુત્ર છે. મનમોહન `બ્રહ્મચારી`, `ગુમનામ` અને `નયા જમાના` જેવી ફિલ્મો માટે જાણીતા છે. પિતાની જેમ નીતિન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા.

entertainment news bollywood news bollywood