27 April, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રેખા હાલમાં જ રિચા ચઢ્ઢાના બેબી બમ્પ પર પ્રેમથી કિસ કરતી જોવા મળી હતી. સંજય લીલા ભણસાલીના વેબ-શો ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ના સ્ક્રીનિંગમાં રિચા અને રેખાએ હાજરી આપી હતી. રિચા હાલમાં પ્રેગ્નન્ટ છે. આ ઇવેન્ટમાં ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી. રિચા પ્રત્યે પ્રેમ દેખાડતાં રેખા નીચે બેસીને તેના બેબી બમ્પ પર કિસ કરતી જોવા મળી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. એને જોઈને સોશ્યલ મીડિયા પર રેખાની વાહવાહી થઈ રહી છે. આ વિશે વાત કરતાં રિચા કહે છે, ‘રેખાજી જેવી વ્યક્તિ પાસેથી વખાણ સાંભળવાં અને પ્રેમ મેળવવો એને હું આજીવન યાદ રાખીશ. આનાથી મોટી વાત મારા માટે કોઈ નહીં હોય. આ સિરીઝમાં મારું એક ગીત છે, જે સોલો મુજરો છે. એ માટે મેં રેખાજીના ‘ઉમરાવ જાન’ પરથી પ્રેરણા લીધી હતી. તેઓ મારી પ્રેરણા છે, મારા હીરો છે અને એક આઇકન કોને કહેવાય એ જાણવું હોય તો એ રેખાજી છે. મારા પર્ફોર્મન્સ માટે તેમણે જે વખાણ કર્યાં છે એ મારા માટે ખૂબ જ મહત્ત્વનાં છે. જે દિવસે તેમણે મને આશીર્વાદ આપ્યા એ હું કોઈ દિવસ નહીં ભૂલું.’