ફિલ્મની રિલીઝ પહેલાં મારી ગભરામણ વધતાં દીકરી મને લેક્ચર આપે છે : રવીના

12 February, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાશા પણ ટૂંક સમયમાં બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે.

રવીના ટંડન , રાશા ટંડન

રવીના ટંડનની ફિલ્મ રિલીઝ થવાની હોવાથી એ પહેલાં તેને ગભરામણ થાય છે અને એવા સમયે તેની દીકરી રાશા થડાની તેને ભાષણ આપવા માંડે છે. રાશા પણ ટૂંક સમયમાં બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. રવીનાએ ‘કર્મા કૉલિંગ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી છે. રવીના ‘વેલકમ ટુ ધ જંગલ’માં દેખાવાની છે. રિલીઝ પહેલાં કેવો અનુભવ થાય છે એ વિશે રવીનાએ કહ્યું કે ‘મારી ફિલ્મોની રિલીઝ પહેલાં મને ગભરામણ થાય છે અને દીકરી રાશા મને લેક્ચર આપે છે. તો મારો હસબન્ડ તેને સવાલ કરે છે કે ‘તું ૧૮ની છે કે ૮૧ની છે?’ આજની પેઢી ખૂબ સજાગ અને એક્સ્પોઝ્ડ હોય છે. તેઓ પોતાનામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ છે. મને મળતા દરેક નવા પ્રોજેક્ટથી હું ઉત્સુક થઈ જાઉં છું. એ સમયે હું જે પણ કામ કરું છું એમાં પૂરી રીતે ડૂબી જાઉં છું.’

entertainment news bollywood news bollywood buzz bollywood raveena tandon