રવીનાને કેમ એકલતા સાલી રહી છે?

31 August, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે બાળકો મોટાં થઈને સ્ટડી માટે જાય કે પરણી ગયા પછી ઘર છોડીને જાય તો પેરન્ટ્સને ઘરમાં એકલવાયું લાગે છે.

રવીના ટંડન

રવીના ટંડનને હાલમાં ઘરમાં એકલતા લાગી રહી છે. એનું કારણ છે કે જ્યારે બાળકો મોટાં થઈને સ્ટડી માટે જાય કે પરણી ગયા પછી ઘર છોડીને જાય તો પેરન્ટ્સને ઘરમાં એકલવાયું લાગે છે. આવો જ અહેસાસ રવીનાને થઈ રહ્યો છે. તેણે ૧૯૯૫માં બે દીકરીઓ પૂજા અને છાયાને અડૉપ્ટ કરી હતી. એમાંથી છાયા ઍર-હૉસ્ટેસ છે અને પૂજા ઇવેન્ટ-મૅનેજર છે. બન્નેનાં લગ્ન થઈ ગયાં છે. રવીનાએ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાણી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ રાશા થડાણી અને રણબીરવર્ધન નામનાં બે બાળકોનો જન્મ થયો હતો. રાશા બૉલીવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે તો દીકરો રણબીરવર્ધન સ્ટડી કરી રહ્યો છે. ચારેય બાળકો સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રવીનાએ લખ્યું છે : ‘સમય અને ભરતી કેટલી ઝડપથી આપણને આગળ લઈ જાય છે. બાળકો મોટાં થાય છે અને માળામાંથી ઊડવા માટે સજ્જ થઈ જાય છે. મમ્મી માટે એ સમય ખરેખર લાગણીવાળો હોય છે. બાળકો તમારી દુનિયા હોય છે, રોજબરોજનાં કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત હોય છે, જે હવે કીમતી લાગે છે. બાદમાં તેમને ઊંચા આકાશમાં ઊડવા માટે પાંખો મળે છે અને તમે તેમને ઊડતાં જુઓ છો. મારી ઇન્સ્ટા ફૅમિલી, તમે પણ તેમને પોતાનાં સમજીને તમારો પ્રેમ અને આશીર્વાદ આપજો.’

bollywood news bollywood gossips bollywood entertainment news raveena tandon