ડૅશકૅમ અને CCTVનો ઉપયોગ કરો

08 June, 2024 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૅશ ડ્રાઇવિંગના કેસમાં દોષમુક્ત થયા બાદ એમાંથી શું શીખી એ વિશે રવીના ટંડને કહ્યું...

રવીના ટંડન

રવીના ટંડન સાથે આ મહિનાની શરૂઆતમાં જ એક ઘટના ઘટી હતી અને એને લઈને તેને હવે ક્લીન ચીટ પણ મળી ગઈ છે. ખાર પોલીસ-સ્ટેશનની હદમાં થયેલી એક ઘટનામાં રવીના પર કથિત રીતે દારૂની અસર હેઠળ કેટલાક લોકોની મારઝૂડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ મામલો પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો. જોકે આ કેસમાં પોલીસ-ઑફિસરે રવીના ટંડનના બિલ્ડિંગના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. એમાં બધું ક્લિયર થઈ જતાં રવીનાને છુટકારો મળ્યો હતો. આ વિશે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર રવીના ટંડને લખ્યું કે ‘મારા પર વિશ્વાસ કરવાની સાથે જે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે એ માટે આભાર. આ ઘટનામાંથી શું શીખવા મળ્યું? ડૅશકૅમ (કારમાં લગાવવામાં આવતા કૅમેરા) અને CCTVનો ઉપયોગ કરો.’

raveena tandon entertainment news bollywood bollywood news