અગિયારમા જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં રવીના ટંડને

29 November, 2024 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરી રાશા સાથે પહોંચી આંધ્ર પ્રદેશના મલ્લિકાર્જુન મંદિરમાં, રાશા ૧૦ જ્યોતિર્લિંગનાં દર્શન કરી ચૂકી છે

રવીનાએ પોતાની આ ભક્તિયાત્રાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે

રવીના ટંડન અને તેની ૧૯ વર્ષની દીકરી રાશા થડાની આંધ્ર પ્રદેશના શ્રીશૈલમમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરી આવ્યાં છે. રવીનાએ પોતાની આ ભક્તિયાત્રાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે. એની સાથે તેણે લખ્યું છે, ‘હર હર મહાદેવ. મારું અગિયારમું જ્યોતિર્લિંગ અને રાશાનું દસમું. ૨૦૨૩ની ૧૭ ફેબ્રુઆરીએ, મારા પાપાના જન્મદિવસે અને મહાશિવરાત્રિએ આ યાત્રા શરૂ કરેલી. એ દિવસે કાશી વિશ્વનાથમાં પવિત્ર ગંગા નદીમાં પપ્પાનાં અસ્થિનું વિસર્જન કરીને તેમને વિદાય આપેલી. હવે આવતા ફેબ્રુઆરીમાં ફરીથી મહાશિવરાત્રિ પર કાશીમાં ૧૨ જ્યોતિર્લિંગનું સર્કલ પૂરું કરીશ, જો મહાદેવની ઇચ્છા હશે તો. ફૉર યુ પાપા. વી લવ યુ ઍન્ડ મિસ યુ.’

આ પોસ્ટમાં રવીનાએ દીકરી રાશાનો પણ આભાર માન્યો છે. રાશાને સંબોધીને આ જ પોસ્ટમાં રવીના લખે છે, ‘થૅન્ક યુ માય બેબી રાશા, મારી ચટ્ટાન બની રહેવા બદલ. તું મારા માટે ભગવાને મોકલેલી બ્યુટિફુલ દેવદૂત જેવી છે. મારી પાર્ટનર બનવા બદલ, શ્રદ્ધા રાખવા બદલ અને હું થાકી ગઈ હોઉં ત્યારે દરેક તબક્કે મને પ્રોત્સાહન આપવા બદલ તારો આભાર. તું નસીબદાર છે કે આટલી નાની ઉંમરે મહાદેવના તારા પર આશીર્વાદ છે.’

raveena tandon madhya pradesh shiva temple entertainment news bollywood bollywood news