22 January, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘છાવા’ની રશ્મિકા મંદાનાનો લુક
૨૦૨૪ના વર્ષથી વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા મહારાણી યેસુબાઈના પાત્રમાં જોવા મળશે. હવે ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેકર્સ દ્વારા ‘છાવા’નો રશ્મિકા મંદાનાનો લુક જાહેર કરવામાં આવ્યો છે.
મૅડૉક ફિલ્મ્સે રશ્મિકાનો ફોટો શૅર કરતાં કહ્યું છે કે દરેક મહાન રાજાની પાછળ બેજોડ તાકાતવર એક રાણી હોય છે, સ્વરાજ્યનું ગૌરવ મહારાણી યેસુબાઈના રૂપમાં રશ્મિકા મંદાના છે.
રશ્મિકાના આ લુકની સાથે ફિલ્મમેકર્સે એવી માહિતી પણ શૅર કરી છે કે ફિલ્મ ‘છાવા’નું ટ્રેલર આજે એટલે કે બાવીસમી જાન્યુઆરીએ રિલીઝ થશે. વિકી કૌશલને છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં ચમકાવતી ‘છાવા’ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. ૧૯ ફેબ્રુઆરીએ શિવાજી જયંતી છે એને ધ્યાનમાં રાખીને વિકીની ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં વિકી સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના છે. અગાઉ આ ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ સાથે રિલીઝ થવાની હતી, પણ એ પછી એની રિલીઝની તારીખ મોડી કરવામાં આવી હતી.