22 March, 2023 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશમિકા મંદાના
રશ્મિકા મંદાના હવે ‘સામી સામી’ પર ડાન્સ નહીં કરે. ‘પુષ્પા : ધ રાઇઝ’માં તેનું ગીત ‘સામી સામી’ ખૂબ હિટ રહ્યું હતું. આ ગીતમાંનાં તેનાં સ્ટેપ પણ ખૂબ ફેમસ થયાં હતાં. જોકે તે હવે આ ગીત પર ડાન્સ નહીં કરે. તેણે હાલમાં સોશ્યલ મીડિયા પર તેના ફૅન્સ સાથે વાતચીત કરી હતી. એ દરમ્યાન એક ચાહકે તેને આ ગીત પર તેની સાથે ડાન્સ કરવા માટે વિનંતી કરી હતી. એનો જવાબ આપતાં રશ્મિકાએ કહ્યું કે ‘મેં ‘સામી સામી’ ઘણી વાર કર્યું છે. મને હવે લાગે છે કે હું વૃદ્ધ થઈશ ત્યારે મને બૅકનો ઇશ્યુ આવશે. તમે મારી સાથે આવું શું કામ કરવા માગો છો? આપણે જ્યારે મળીશું ત્યારે બીજું કંઈક કરીશું.’