13 January, 2023 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિંગ
સિંગર કિંગ હવે ઇન્ટરનૅશનલ કૉન્સર્ટ કરવા જઈ રહ્યો છે. બાદશાહના શો ‘હસલ’ દ્વારા કિંગને પૉપ્યુલારિટી મળી હતી. ત્યાર બાદ બીજી સીઝનમાં તે આ જ શોમાં મેન્ટર બન્યો હતો. તેણે અજય દેવગનની ‘દૃશ્યમ 2’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે તેનું આલબમ ‘શૅમ્પેન ટૉક’ ખૂબ જ હિટ થયું છે. ‘માન મેરી જાન’ અને ‘તૂ આકે દેખલે’ ખૂબ જ હિટ રહ્યાં છે. આ ગીત દરેક ચાર્ટના ટૉપ ટેનમાં છે. ઇન્ડિયા ભરમાં ટૂર કર્યા બાદ કિંગ હવે યાસ આઇલૅન્ડના વાયરલેસ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાનો છે. આ ફેસ્ટિવલમાં ઇન્ડિયાનો ડિવાઇન પણ પર્ફોર્મ કરવાનો છે. જોકે ઇન્ટરનૅશનલ આર્ટિસ્ટ ટ્રેવિસ સ્કોટ અને અલી ગેટી જેવા આર્ટિસ્ટ પણ આ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરશે. આ વિશે વાત કરતાં કિંગે કહ્યું કે ‘પ્રતિભાશાળી મ્યુઝિક આઇકન સાથે સ્ટેજ પર પર્ફોર્મ કરવું અને ગ્લોબલ મ્યુઝિકમાં ઇન્ડિયાને રેપ્રિઝેન્ટ કરવાનો અનુભવ અલગ રહેશે. મને દેશભરમાં ખૂબ જ પ્રેમ મળ્યો છે અને એ માટે હું દરેકનો આભારી છું. મારા માટે ૨૦૨૨ ખૂબ જ સારું રહ્યું છે અને ૨૦૨૩ને હું અલગ રીતે જોઈ રહ્યો છું.’